+

ચોમાસામાં મચ્છરો કે જીવજંતુ બાળકને કરડી જાય, તો તુરંત અપનાવો આ ઉપાય

ચોમાસાની ઋતુ આવી ચૂકી છે, એટલે હવે મચ્છરો અને જીવજંતુઓનો ત્રાસ તો રહેવાનો, પરંતુ નાના ભૂલકાઓ તેમજ અબોલ બાળકો આ જીવજંતુઓના કરડવાની પીડા સહન નથી કરી શકતા. તો આવા સંજોગોમાં કયા કુદરતી ઉપચારો કરી તેની પીડા અને બળતરાથી બચી શકાય આવો જાણીએ. ઘણી વખત બાળકોને પણ શરીરના ઘણાં ભાગો પર મચ્છર કરડી જાય છે. અને તે તરત જ રડવા લાગે છે. આવા સમયે તરત તો આપણને પમ નથી સમજાતું કે આ બાળક કયા કારણોસર રડે છે. ત્à
ચોમાસાની ઋતુ આવી ચૂકી છે, એટલે હવે મચ્છરો અને જીવજંતુઓનો ત્રાસ તો રહેવાનો, પરંતુ નાના ભૂલકાઓ તેમજ અબોલ બાળકો આ જીવજંતુઓના કરડવાની પીડા સહન નથી કરી શકતા. તો આવા સંજોગોમાં કયા કુદરતી ઉપચારો કરી તેની પીડા અને બળતરાથી બચી શકાય આવો જાણીએ. 
  • ઘણી વખત બાળકોને પણ શરીરના ઘણાં ભાગો પર મચ્છર કરડી જાય છે. અને તે તરત જ રડવા લાગે છે. આવા સમયે તરત તો આપણને પમ નથી સમજાતું કે આ બાળક કયા કારણોસર રડે છે. ત્યારે આવા સંજોગોમાં સૌથી પહેલા બાળકના શરીર પર આપણે પ્રેમથી પંપાળવું જોઈએ. આ સાથે તુલસીનું તેલ એન્ટી-માઈક્રોબાયલ ગુણોથી ભરપૂર હોવાથી બાળકો માટે તે પણ વાપરી શકાય છે. આ તેલના થોડા ટીપાં લઈ તેને મચ્છર કે જંતુ કરડવાની જગ્યા પર લગાવવાથી રાહત મળશે.
Insect Bites and Stings in Children: What Parents Need To Know
  • આ સાથે કપૂરનું તેલ પણ બાળકને પીડામાંથી રાહત અપાવે છે. બાળકને જે જગ્યા પર બળતરા થતી હોય તે જગ્યા પર કપૂરના તેલના થોડા ટીપાં મિક્સ કરી લગાવો. આમ કરવાથી બાળકનું રડવું ઓછું થશે. તેનો ઉપયોગ બામમાં પણ કરી શકાય છે.
  • લવંડર ઓઈલની સુગંધ સામાન્ય રીતે દરેકને પસંદ આવે છે. સુગંધ માટે પ્રખ્યાત એવા લવંડરના ફૂલો જ નહીં, તેનું તેલ પણ અસરકારક છે. એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર આ લવંડર તેલ જંતુના કરડવાથી થતી પીડા અને બળતરામાં રાહત આપે છે.
New NICE guideline on insect bites and stings: antimicrobial prescribing |  News | Guidelines
  • રોઝમેરી ઓઈલના તેલને જંતુ કે મચ્છર કરડવાની જગ્યા પર લગાવવથી બાળકનો દુખાવો ઓછો થશે, અને રાહતનો અનુભવ થશે.
  • ટી ટ્રી ઓઈલનો સમાવેશ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીમાં કરાય છે. આ સિવાય ટી ટ્રી ઓઈલમાં એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તેનું તેલ ચેપને વધતા અટકાવી, ખંજવાળ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.
Whatsapp share
facebook twitter