+

પ્રથમ તબક્કાના મતદાનમાં આ બેઠકો પર છે દિગ્ગજોની ટક્કર, પ્રતિષ્ઠા અને વર્ચસ્વનો છે સવાલ

આજે રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન છે.  આ પ્રથમ તબક્કામાં કેટલીક બેઠકો એવી છે જેના પર  સૌ કોઇની નજર છે.. કારણ કે આ બેઠકો પર જે તે પાર્ટીના પ્રથમ હરોળના અથવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે.. ચાલો જોઇએ આ બેઠકો કઇ છે..અને ભાજપ , કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી તરફથી અહીં કયા દિગ્ગજો ચૂંટણી મેદાનમાં છે..  મોરબીમોરબીમાં ભાજપ તરફથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડી રહ્યા છે..જેઓ મોà
આજે રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન છે.  આ પ્રથમ તબક્કામાં કેટલીક બેઠકો એવી છે જેના પર  સૌ કોઇની નજર છે.. કારણ કે આ બેઠકો પર જે તે પાર્ટીના પ્રથમ હરોળના અથવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે.. ચાલો જોઇએ આ બેઠકો કઇ છે..અને ભાજપ , કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી તરફથી અહીં કયા દિગ્ગજો ચૂંટણી મેદાનમાં છે..  
મોરબી
મોરબીમાં ભાજપ તરફથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડી રહ્યા છે..જેઓ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવવાને લઇને ખુબજ ચર્ચામાં રહ્યા હતા. તો કોંગ્રેસમાંથી જયંતિ પટેલ ચૂંટણી લડી રહ્યા છે..આમ આદમી પાર્ટીએ મોરબીમાંથી પંકજ રાણસરિયાને ટિકીટ આપી છે..

રાજકોટ પશ્ચિમ બેઠક 
રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાંથી ડોક્ટર દર્શિતા શાહ ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસમાંથી મનસુખ કાલરિયા મેદાનમાં છે.. આમ આદમી પાર્ટીએ અહીં દિનેશ જોશીને ટિકીટ આપી છે. 
 
જસદણ બેઠક 
જસદણ બેઠકની વાત કરીએ તો ભાજપમાંથી દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા ચૂંટણી લડી રહ્યા છે… કુંવરજી બાવળીયા જસદણ બેઠક પર ખુબ મોટુ નામ ગણાય છે,  એક સમયે તેઓ કોંગ્રેસમાં હતા.. પરંતુ હાલ ભાજપમાં છે.  તો કોંગ્રેસે તેમની સામે ભોળાભાઇ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે.. આમ આદમી પાર્ટીએ અહીંથી તેજસ ગાજીપરાને મેદાનમાં ઉતાર્યા છે. 
 
ગોંડલ બેઠક 
ગોંડલ બેઠક પર  ભાજપમાંથી ગીતાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસમાંથી યતિશ દેસાઇ મેદાનમાં છે. જ્યારે આપમાંથી ગોંડલ બેઠક પરથી નિમિષા ખૂંટ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપતા અનિરુદ્ધસિંહ સામેની લડાઇમાં  જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો. દરમ્યાન ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે..તેથી આ સીટ પર કોની જીત થાય છે અને કોની હાર તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠા છે. 
જેતપુર બેઠક
જેતપુર બેઠકની વાત કરીએ તો જેતપુરમાં ભાજપ તરફથી જયેશ રાદડિયા મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી દિપક વેકરિયા ચૂંટણી લડી રહ્યા છે.. આમ આદમી પાર્ટી તરફથી અહીં રોહિત ભૂવા મેદાનમાં છે 
 
જામનગર નોર્થ બેઠક 
જામનગર નોર્થ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ચૂંટણી લડી  રહ્યા છે.. તો કોંગ્રેસમાંથી બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અહીં કરશન કરમૂરને મેદાનમાં ઉતાર્યા છે..આ બેઠક ખુબજ ચર્ચામાં હોવાનું કારણ એ છે કે અહીંથી ભાજપના ઉમેદવાર રિવાબાના નણંદ નયનાબા ખુદ રિવાબાને હરાવવા માટે સામે પડ્યા છે.. અને તેમણે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જોર-શોરથી પ્રચાર કર્યો . .. એટલું જ નહીં…રિવાબાના સસરા પણ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી પુત્રવધુની વિરુધ્ધ પડતા આ બેઠક પર એક તરફ રીવાબા અને તેમના સમર્થનમાં તેમના ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા છે…તો બીજી તરફ  રિવાબાને હરાવવા માટે તેમની નણંદ અને તેમના સસરાએ જ એડીચોટીનું જોર લગાવ્યું છે. 
 
ખંભાળીયા બેઠક
 ખંભાળીયા બેઠક પર ભાજપે મૂળુભાઇ બેરાને મેદાનમાં ઉતાર્યા છે.. તો કોંગ્રેસ તરફથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યા છે.. જ્યારે આમ આદમી તરફથી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ચૂંટણી લડી રહ્યા છે…આ બેઠક ખાસ તો ઇસુદાન ગઢવીને લઇને ચર્ચામાં છે કારણ કે આ જંગ ઇસુદાન ગઢવી માટે તેમની પ્રતિષ્ઠાનો જંગ છે. 
દ્વારકા બેઠક 
દ્વારકા બેઠકની વાત કરીએ તો દ્વારકા બેઠક પર ભાજપ તરફથી પબુભા માણેક ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસ તરફથી મુળુ કંડોરિયા અને આમ આદમી પાર્ટી તરફથી લખમણ નકુમ મેદાનમાં છે. 
 
કુતિયાણા બેઠક 
કુતિયાણા બેઠક પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાતા આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કુતિયાણા બેઠક પર ભાજપ તરફથી ઢેલીબેન ઓડેદરા ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસે નાથાભાઇ ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી આ બેઠક પર ભીમા મકવાણા મેદાનમાં છે. 
 
અમરેલી બેઠક 
અમરેલી બેઠકની વાત કરીએ તો અમરેલી બેઠક પર ભાજપે કૌશીક વેકરીયાને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ અહીં રવિ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. 
 
રાજુલા બેઠક 
રાજુલા બેઠકની વાત કરીએ તો રાજુલા બેઠક પર ભાજપ તરફથી હીરાભાઇ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસ તરફથી અંબરીશ ડેર મેદાને છે.. આમ આદમી પાર્ટીએ અહીં ભરત બલદાણીયાને ટિકીટ આપી છે. 
ભાવનગર પશ્ચિમ 
ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપ તરફથી દિગ્ગજ નેતા જીતુભાઇ વાઘાણી ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસે કિશોરભાઇ ગોહિલ મેદાનમાં છે..આમ આદમી પાર્ટીએ અહીં રાજુ સોલંકીને ટિકીટ આપી છે. 
 
રાજકોટ પૂર્વ  
રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપમાંથી ઉદય કાનગડ ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ મેદાનમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર રાહુલ ભૂવાને મેદાનમાં ઉતાર્યા છે. 
મજુરા બેઠક 
મજુરા બેઠક પર રાજ્યના વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાજપ તરફથી મેદાનમાં છે. તો કોંગ્રેસે બળવંત જૈનને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ અહીં પીવીએસ શર્માને ટિકીટ આપી છે. 
વરાછા બેઠક 
વરાછા બેઠકને પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. કારણ કે આ બેઠક પર અંદાજે દોઢ લાખ કરતાં વધારે પાટીદાર મતદારો છે.વરાછા બેઠક પર ભાજપમાંથી પૂર્વ મંત્રી કુમાર કાનાણી ચૂંટણીજંગમાં છે.. તો કોંગ્રેસે પ્રફુલ્લ તોગડિયાને મેદાનમાં ઉતાર્યા છે..આ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી તેની ટોચની હરોળના નેતાઓમાંથી એક અલ્પેશ કથીરિયા ચૂંટણી મેદાનમાં છે. ગઈ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો. પરંતુ આ વખતે અલ્પેશ કથીરિયાએ ખુલ્લેઆમ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે ભાજપ માટે આ વખતે સુરતની આ બેઠક એક પડકારજનક બેઠક કહી શકાય. 
કતાર ગામ બેઠક 
કતારગામ બેઠકની વાત કરીએ તો કતારગામ બેઠક પર ભાજપ તરફથી વિનુ મોડરિયા ચૂંટણી મેદાનમાં છે, તો કોંગ્રેસ તરફથી કલ્પેશ વરિયા મેદાનમાં છે.. આમ આદમી પાર્ટી તરફથી અહીં ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. ઇટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પીએમ મોદી અને તેમની માતા હીરાબા માટે અપમાનજનક શબ્દો કહેતા જોવા મળે છે. આ પછી દિલ્હી પોલીસે ઇટાલિયાને કસ્ટડીમાં લીધા હતા. સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
ઝઘડીયા  બેઠક 
ઝઘડીયા બેઠકની વાત કરીએ તો ઝઘડીયા બેઠક પર ભાજપમાંથી રિતેશ વસાવા ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસે ફતેસિંહ વસાવાને ટિકીટ આપી છે જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ઉર્મિલા ભગત આ બેઠક પરથી લડી રહ્યા છે. જ્યારે આ વિસ્તારના દિગ્ગજ નેતા ગણાતા છોટુ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Whatsapp share
facebook twitter