+

IND vs AUS Final: ફાઈનલ મેચમાં ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને મળ્યો 241 રનનો ટાર્ગેટ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ટીમ ઈન્ડિયાએ  50 ઓવરમાં 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.   ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં…

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ટીમ ઈન્ડિયાએ  50 ઓવરમાં 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

 

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરની રમત રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયા 240 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, આ મેચમાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ 54 રન અને કેએલ રાહુલે 66 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. ખાસ વાત છે કે, આખી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. કાંગારુ કેપ્ટન પેટ કમિન્સે આઇસીસી વનડે વર્લ્ડકપની ફાઇનલ 2023માં ટૉસ જીતીને રોહિત એન્ડ કંપનીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.

 

 

ભારતે 48મી ઓવરમાં 226ના સ્કૉર પર 9મી વિકેટ ગુમાવી હતી.  સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરોએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી.

 

 ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 22 બોલમાં 9 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેએલ રાહુલ 102 બોલમાં 64 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 12 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, પેટ કમિન્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 6 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ અને જોશ હેઝલવુડે 8 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 8 ઓવરમાં 39, મિચેલ માર્શે 2 ઓવરમાં 5 અને ટ્રેવિસ હેડે 2 ઓવરમાં 4 રન આપ્યા છે.

આ  પણ  વાંચો –

Whatsapp share
facebook twitter