+

ટેક્નોલોજી ક્ષેત્રે ભારત છેલ્લાં 7 વર્ષમાં કન્ઝ્યુમરમાંથી પ્રોડ્યુસર બન્યું છે- કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવનારો દાયકો ઇન્ડિયાનો છે. આવનારા 10 વર્ષ "ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા"ના સૂત્રને સરકાર યુવાઓ સાથે મળીને સાર્થક કરશે. હાલમાં ભારત છેલ્લાં 7 વર્ષમાં વિદેશમાંથી કન્ઝ્યુમર માંથી પ્રોડ્યુસર બન્યું છે. માર્ચ 2014થી મે 2022 સુધીમાં આ ક્ષેત્રમાં
મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવનારો દાયકો ઇન્ડિયાનો છે. આવનારા 10 વર્ષ “ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા”ના સૂત્રને સરકાર યુવાઓ સાથે મળીને સાર્થક કરશે. હાલમાં ભારત છેલ્લાં 7 વર્ષમાં વિદેશમાંથી કન્ઝ્યુમર માંથી પ્રોડ્યુસર બન્યું છે. માર્ચ 2014થી મે 2022 સુધીમાં આ ક્ષેત્રમાં 83 ટકા જેટલો વિકાસ થયો છે. આજે ભારતમાં સેંમસંગ અને એપલના ફોન બનતા થયાં છે. ભારતમાં ટેકનોલોજી અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે રહેલી વિશાળ તકો દેશમાં “Techade of opportunities” સર્જશે. આજે ડિજિટલ ટેક્નોલોજી સરકાર અને નાગરિકો વચ્ચે એક બ્રિજ બની છે. સહાય સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBTના માધ્યમથી પહોંચે છે.કોરોના જેવી મહામારીમાંથી સફળતાથી બહાર આવવામાં ટેક્નોલોજીનો ફાળો અગત્યનો છે. ભારતમાં માત્ર ટેક્નોલોજી નહીં પણ ટેલિ કોમ્યુનિકેશન સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવવામાં પણ ભારત અગ્રેરસ થઇ રહ્યું છે. 


આજે ભારત સેમીકન્ડકટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અગ્રેસર
2014 પહેલાં ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતના બેંગ્લોર, ગુરુગ્રામ, હૈદરબાદ અને પૂણે જેવાં ગણ્યાં ગાઠ્યાં શહેરોના નામ જ આગળ પડતાં હતાં પણ આજે દરેક રાજ્ય દરેક શહેરને કેન્દ્ર સરકાર સરખો લાભ આપી રહી છે. આજે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે તમારે કોઈ મોટા ફેમિલીમાંથી હોવું જરૂરી નથી, સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને અન્ય સહાયો સ્ટાર્ટઅપને વિચારબીજની શરૂઆતથી લઇને માર્કેટમાં લઇ જઇને સ્કેલઅપ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આજે ઈન્ટરનેટ, ટેકનોલોજી, ડિજિટલ, સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં ભારતના ઘણા સ્ટાર્ટઅપ ઊભરી આવ્યા છે. એટલું જ નહીં, આજે ભારત સેમીકન્ડકટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓના સવાલના જબાવ આપતા મંત્રીએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ ફેશન નથી પણ આજે તે ન્યુનોર્મલ છે. લોકો પોતાના મેરેજ બાયોડેટામાં પોતાની ડીગ્રીની જગ્યાએ પોતાના સ્ટાર્ટઅપ વ્યવસાયને ઓળખ તરીકે દર્શાવતા થયાં છે. 
 

સરકારની નિતિ ઓપન ટેક્નોલોજીની છે તેથી પડકાર વધુ 
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,મોદી સરકારના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે. ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. દેશ દુનિયાના લોકો આ ક્ષેત્રોમાં વધુમાં વધુ રોકાણ કરી રહ્યા છે ત્યારે ભારત અને ગુજરાતના યુવાનો માટે નવી તકો રહેલી છે. સાથે જ સરકાર દિશા કાર્યક્રમ અંતર્ગત ડિજિટલ શિક્ષણને દેશના છેવાડાંના માણસ સુધી પહોંચાડવા અગ્રેસર છે. હાલમાં દેશમાં 80 કરોડ જેટલાં ઇન્ટરનેટ કનેક્શન છે. જે આવનાર સમયમાં 120 કરોડ સુધી થશે. સાથે જ દરેક ગામડાઓ સુધી ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડવા માટે સરકાર ભારત નેટ પ્રોજેક્ટ પણ ચલાવી  રહી છે. જેનાથી દેશના 5 લાખ ગામડાઓને જોડી શકાય. ડિજિટલ સુરક્ષા સંદર્ભે હાલમાં સરકાર કડક કાનૂન બનાવવાની તૈયારીઓ પણ કરી રહી છે. જેથી સાયબર ફ્રોડને રોકી શકાય. જો કે સરકારની નિતિ ઓપન ટેક્નોલોજીની છે તેથી પડકાર વધુ છે.  

વિદ્યાર્થી ટીમને રૂ. 2 લાખ સુધીની SSIP  અપાઇ 
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ – ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે આજે નિરમા યુનિવર્સિટીમાં નવનિર્મિત ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. નિરમા યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી એવા ઇનોવેશન, પ્રિ-ઇન્ક્યુબેશન અને ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ સપોર્ટ પૂરો પાડે છે જે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે મુખ્ય જરૂરી બાબતો છે. ઇન્ક્યુબેશન સેન્ટરમાં અનુભવી ફેકલ્ટી સભ્યો, સંશોધકો અને ઉત્કૃષ્ટ ઉદ્યોગ સાહસિક સુવિધાઓ થકી યુનિવર્સિટી સિસ્ટમમાં જ નવા વિચારોને એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી ટીમને રૂ. 2 લાખ સુધીની SSIP –(સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી) ગ્રાન્ટ મળે છે ઉપરાંત પેટન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ફાઇલ કરવા માટે નાણાકીય સહાય પણ મળે છે.


વિદ્યાર્થીઓ ‘જોબસિકરને બદલે જોબ ક્રીએટર’ બન્યા
આ પ્રસંગે રાજયકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, નિરમા યુનિવર્સિટીમાં આશરે 500થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ ‘જોબસિકરને બદલે જોબ ક્રીએટર’ બન્યા છે. તેઓએ IOT, નેટવર્કિંગ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન ડેવલોપમેન્ટ, સોફ્ટવેર ક્વોલિટી એસ્યુરન્સ, હાઈ પરફોર્મન્સ કોમ્યુટિંગ ઓટોમોબાઈલ મેનેજમેન્ટ, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સર્વિસ, હેલ્થકેર, ઇન્સ્ટુમેન્ટ કંટ્રોલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનીક્સ સિસ્ટમ, સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વ્હિકલ મેનેજમેન્ટ સિસ્ટમ જેવા વિવિધ ક્ષેત્રો વિકસાવ્યા છે, 2020માં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર-1 પર રહ્યું છે. ભારત સરકાર તરફથી ગુજરાતને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ‘બેસ્ટ પર્ફોમન્સ સ્ટેટ’નો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતિમાં નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સફળ સ્ટાર્ટ-અપને સર્ટિફિકેટ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
આ પ્રસંગે રાજ્યના હાયર એજ્યુકેશનના કમિશ્નર એમ.નાગરાજન, ટેક્નિકલ એજ્યુકેશનના કમિશ્નર જી.ટી.પંડ્યા, નિરમા યુનિવર્સિટીના ચેરમેન કરસનભાઇ પટેલ, નિરમા યુનિવર્સિટીના વાઇસ ચેરમેન કે.કે. પટેલ, નિરમા યુનિવર્સિટના ડાયરેક્ટર જનરલ ડૉ.અનુપ કે સિંઘ, રજિસ્ટ્રાર શ્રી જી.આર.નાયર, શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
 
Whatsapp share
facebook twitter