Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડમીકાંડ કેસમાં SIT પોતાના ફરાર કોન્સ્ટેબલને જ નથી શોધી શકતી

12:45 PM May 02, 2023 | Viral Joshi

ભાવનગર ડમીકાંડ કેસની તપાસ માટે SITની રચના કરવામાં છે. ડમીકાંડ મામલે અત્યાર સુધીમાં 57 સામે ફરિયાદ નોંધાઈ ચુકી છે અને 33 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ કેસના આરોપીઓમાં એક પોલીસ કર્મચારી અને તેના ભાઈનો સમાવેશ થાય છે પણ ભાવનગર પોલીસ હજુ સુધી પોતાના પોલીસ કોન્સ્ટેબલને શોધી શકી નથી.

ડમીકાંડમાં ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં 36 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેમાં ભાવનગર પોલીસના જ એક કર્મચારી દિનેશ બટુકભાઈ પંડ્યાનો આરોપી તરીકે સમાવેશ થયો હતો. ફરિયાદ નોંધાયાને 18 દિવસ વિત્યા છતાં ભાવનગર પોલીસ પોતાના જ કર્મચારીને શોધી શકી નથી.

દિનેશ બટુકભાઈ પંડ્યા બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવે છે તેણે પોતાના ભાઈ ભદ્રેશ પંડ્યાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. બટુક પંડ્યા સમગ્રકાંડ સામે આવે અને ફરિયાદ નોંધાઈ તેના 5 દિવસ પહેલા જ ફરાર થઈ ગયો હતો.

ભાવનગર પોલીસ દરરોજ ડમીકાંડ મામલે અનેક સરકારી કર્મચારીઓને પકડે છે અને પોલીસ કોન્સ્ટેબલને શોધવા પોલીસ તપાસ કરી રહી હોવાના દાવાઓ પણ કરી રહી છે પણ હજુ સુધી પોલીસ પોતાના જ કર્મચારીને પકડી શકી નથી.

આ પણ વાંચો : ડમીકાંડ મામલોઃ યુવરાજસિંહે દહેગામમાં મિલકત ખરીદી હોવાનો ખુલાસો