+

Raghavji Patel : સુરત, મોરબી, રાજકોટમાં માગ અંગે વિચારણા કરાશે

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે નિવેદન કૃષિમંત્રી રાઘવજી પટેલનું દારૂ મુદ્દે નિવેદન સુરત, મોરબી, રાજકોટમાં માગ અંગે વિચારણા ગિફ્ટ સિટીમાં જરૂરિયાતને લઈ નિર્ણયઃ રાઘવજી સરકારના નિર્ણયને હું આવકારું છુંઃ રાઘવજી…

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે નિવેદન
કૃષિમંત્રી રાઘવજી પટેલનું દારૂ મુદ્દે નિવેદન
સુરત, મોરબી, રાજકોટમાં માગ અંગે વિચારણા
ગિફ્ટ સિટીમાં જરૂરિયાતને લઈ નિર્ણયઃ રાઘવજી
સરકારના નિર્ણયને હું આવકારું છુંઃ રાઘવજી

ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારુ પીવા પર સરકારે આપેલી છૂટ અંગે વિવિધ પ્રતિક્રિયા આવી રહી છે. ઘણા શહેરોના લોકો પોતાના શહેરમાં દારુની છૂટ આપવાની માગ કરી રહ્યા છે. ઘણા લોકો દારુની છૂટનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. જો કે વિવિધ શહેરોમાં દારુની છૂટની માગ બાબતે રાઘવજી પટેલે કહ્યું કે આ બાબતે વિચારણા કરવામાં આવશે.

લોકોના મિશ્ર પ્રતિસાદ

દારુની છૂટ બાબતે સરકારના નિર્ણય બાદ લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કહે છે તે વિદેશી ઉદ્યોગકારો ગુજરાત આવે છે અને વિદેશી પ્રવાસીઓ આવે છે તે જોઇને આ નિર્ણયને આવકારવો જોઇએ જેથી સરકારને આર્થિક ફાયદો થશે. બીજી તરફ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ઉદ્યોગોને લઇને દારુની છૂટ મળે તેવી માગ કરાઇ રહી છે.

સુરત, મોરબી અને રાજકોટ અંગે વિચારણા

જો કે રાજ્યના કૃષિ મંત્રી રાઘજી પટેલનું દારુની છૂટ બાબતે નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં જરુરિયાતને લઇને આ નિર્ણય કરાયો છે અને સરકારના આ નિર્ણયને હું આવકારું છું. જો કે સુરત, મોરબી અને રાજકોટમાં દારુની છૂટની કરાયેલી માગ અંગે વિચારણા કરાશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો—GIFT CITY માં દારૂની છૂટ પર જાણો શું છે લોકોની પ્રતિક્રિયા

Whatsapp share
facebook twitter