Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં બસ ડ્રાઈવરને રોંગ સાઈડમાં આવેલા ટ્રક ચાલકે અડફેટે લેતા મોત

03:24 PM May 18, 2023 | Hardik Shah

સુરત જિલ્લાના નવી પારડી ગામની હદમાં સી ફૂડ  હોટેલ પાસે બસના ડ્રાઈવરના એક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. બસ ચાલક બાથરૂમ જઈને પરત બસમાં ચડી રહ્યો હતો આ દરમિયાન એક ટ્રક ચાલકે તેની ટ્રક રોંગ સાઈડે પુરપાટ ઝડપે હંકારી ડ્રાઈવરને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોધાયો છે જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના વતની પવનકુમાર ભેરુલાલ વૈષ્ણવ [ઉ.૪૫] પરિવાર સાથે રહે છે અને ચિરાગ ટ્રાવેલ્સ રાજસ્થાનની બસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી બસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. દરમિયાન તેઓની સાથે રાજસ્થાનના વતની જીવણભાઈ રામચંદ્ર વૈષ્ણવ [ઉ.૩૨] સાત દિવસથી સેકન્ડ ડ્રાઈવર તરીકે નોકરી પર લાગ્યા હતા. ગતરોજ તેઓ સુરતના સરદાર માર્કેટ ખાતેથી પેસેન્જરો ભરીને રાજસ્થાન ભીલવાડા જવા નીકળ્યા હતા. આ દરમિયાન સેકેંડ ડ્રાઈવર જીવણભાઈને બાથરૂમ લાગતા બસને મુંબઈથી અમદાવાદ જતા ને.હા.48 નવી પારડી ગામની હદમાં સી ફૂડ  હોટેલ પાસે બસ ઉભી રાખી હતી.

દરમિયાન જીવણભાઈ બાથરૂમ જઈને ફરી બસમાં ચડવા જતા હતા ત્યારે એક ટ્રક ચાલકે તેની ટ્રક રોંગ સાઈડે પુરપાટ ઝડપે હંકારી જીવણભાઈને અડફેટે લીધા હતા. જેમાં જીવણભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી. અને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ અન્ય ડ્રાઈવર પવનકુમારે તાત્કાલિક બનાવની જાણ 108 ને કરી હતી જેથી 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી પરંતુ ત્યાં સુધીમાં જીવણભાઈનું મોત થયું હતું. આ ઘટના અંગે પવનભાઈએ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – બ્રિજ સિટી સુરત..! આજે 120મા બ્રિજનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – ઉદય જાદવ