Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટમાં PFના ડે. કમિશનર પર CBIની ટ્રેપ, વચેટિયો 2 લાખની લાંચ લેતા ઝડપાયો 

10:45 AM May 20, 2023 | Vipul Pandya
રાજકોટમાં PFના ડે. કમિશનર પર CBIની ટ્રેપ
CBIએ વચેટિયાને 2 લાખ લાંચ લેતા ઝડપ્યો
ડે. કમિશનર નીરજ સિંઘ વતી લીધી હતી લાંચ
કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખ લાંચ માગી હતી
વચેટિયા ચિરાગ જસાણીની કરાઈ ધરપકડ
EPFOના ડે. કમિશનર નીરજ સિંધ થયા ફરાર
CBIની ટીમે અધિકારીના મકાનને સીલ માર્યુ
રાજકોટમાં PF ઓફિસનો વધુ એક અધિકારી નીરજ સિંઘ CBI ની ટ્રેપમાં ઝડપાયો છે.  CBIએ PF ઓફિસના  ડે. કમિશનર નીરજ સિંધ વતી લાંચ લેતા વચેટીયા ચિરાગ જસાણીને ઝડપી લીધો છે જ્યારે ઘટના બાદ નીરજ સિંઘ ફરાર થઇ જતાં  CBIની ટીમે નીરજ સિંઘના મકાનને સિલ માર્યું છે.

CBIએ વચેટીયા એજન્ટ ચિરાગ જસાણીને ઝડપી લીધો
રાજકોટમાં વધુ એક અધિકારી CBIની ટ્રેપમાં ઝડપાયો છે. સુત્રોએ આપેલી માહિતી મુજબ રાજકોટના PF ઓફિસ ના ડે.કમિશ્નર CBIની ટ્રેપમાં ફસાયા છે. તેમણે 2 લાખની લાંચ માગી હતી અને તેમના વતી વચેટીયાએ 2 લાખની માગ સ્વીકારી હતી. CBIએ વચેટીયા એજન્ટ ચિરાગ જસાણીને ઝડપી લીધો છે.

વચેટિયા ચિરાગ જસાણી દ્વારા 20 લાખની માંગ કરવામાં આવી હતી
EPFO કચેરી ના ડે. કમિશ્નર નીરજ સિંઘેએ 2004માં ઉદ્યોગ સરકારી કોન્ટ્રાકટર કવેરી કાઢી  નોટિસ આપી હતી અને સેટિંગ માટે 12 લાખ રૂપિયાની માગ કરી હતી. જો કે આ મામલે  CBIમાં ફરિયાદ કરાઇ હતી અને ત્યારબાદ આંગડિયા મારફત 2 લાખ મોકલી જાળ બિછાવી વચેટીયા ને ઝડપી લેવાયો હતો.  વચેટિયા ચિરાગ જસાણી દ્વારા 20 લાખની માંગ કરવામાં આવી હતી અને અંતે 12 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી.
નીરજસિંઘ પરિવાર સાથે મકાનને તાળુ મારીને ફરાર
વચેટીયો ઝડપાયા બાદ  CBIની ટીમ  ડે. કમિશ્નર નીરજ સિંધના ઘેર સર્ચ કરવા પહોંચી હતી પણ નીરજસિંઘ પરિવાર સાથે મકાનને તાળુ મારીને ફરાર થઇ ગયો હતો.  CBI દ્વારા અધિકારી મકાન સિલ કરી નોટિસ લગાવી દેવાઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ