Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાલનપુરમાં મુસ્લિમ યુવતીને સંતાન ન થતા બનેવી સાથે હલાલો કરાવ્યો

04:41 PM Jun 27, 2023 | Vipul Pandya
અહેવાલ – સચિન શેખલીયા 
પાલનપુરની પરિણીતાને સંતાન ન થતાં  અવારનવાર ઝગડા કરી તેના પતિએ આવેશમાં આવી ત્રિપલ તલાક આપી દીધા હતા અને ત્યાર બાદ પત્નીને પરત લાવવા  તેના બનેવી જોડે હલાલો કરાવી પરત ન લાવતા પત્નીએ પોતાના પતિ સહિત 5 લોકો સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાને કોઈ સંતાન ન થતા પતિ અવારનવાર મારઝૂડ કરતો
પાલનપુરની મુસ્લિમ યુવતી તસ્લિમબેન માંકણોજીયાના લગ્ન 2016માં વડગામના મુમનવાસ ગામના  ઈલિયાસ માંકણોજીયા સાથે થયા હતા. લગ્નના બે વર્ષ સુધી પતિ-પત્નીનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. જોકે મહિલાને કોઈ સંતાન ન થતા મહિલાનો પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો અને મહિલાને 2018માં બે વખત તલાક આપી દીધેલા હતા. જોકે તે બાદ પણ મહિલા અત્યાચાર સહન કરીને રહેતી હતી.

ઈલિયાસે પોતાની પત્નીને પોતાના બનેવી રફીક રાજપૂરા સાથે હલાલો કરાવ્યો
જોકે તે બાદ 2022માં મહિલાના પતિ ઈલિયાસે તેની પત્ની તસ્લિમને તલાક આપી દેતા હડકંપ મચી ગયો હતો જોકે ઈલિયાસે આવેશમાં આવીને તસ્લિમને ત્રિપલ તલાક આપી દીધા બાદ તેને પસ્તાવો થયો હતો અને તેની પત્ની ને પરત મેળવવા માટે તેમજ મુસ્લિમ સમાજમાં એકવાર તલાક આપી દીધા બાદ પોતાની પત્નીને બીજા પુરુષ જોડે હલાલો કરાવ્યા બાદ જ ફરીથી અપનાવી શકવાનો રિવાજ હોય ,ઈલિયાસે પોતાની પત્નીને પોતાના બનેવી રફીક રાજપૂરા સાથે હલાલો કરાવી ત્યાર બાદ તેનું છૂટું કરાવીને પરત લાવવાની વાત કરીને પોતાના બનેવી રફીક અને તસ્લિમને વિશ્વાસમાં લઈને પોતાની પત્ની તસ્લિમનો પોતાના બનેવી રફીક સાથે હલાલો કરાવ્યો હતો અને તેનો કરાર લેખ પણ કરાવ્યો હતો.

ઈલિયાસે રફીક અને તસ્લિમને ધમકીઓ આપીને ગામમાંથી નીકળવા માટે મજબુર કર્યા
જોકે થોડા દિવસો વીત્યા બાદ પણ ઈલિયાસે પોતાની પત્નીને પરત લઈ જવાની વાત ન કરતાં તસ્લિમ અને રફીકને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતા રફીકે અનેક વાર  ઈલિયાસને તેની જોડેથી તસ્લિમને લઈ જવાની વાત કરી પરંતુ ઈલિયાસે ઉલટાની રફીક અને તસ્લિમને ધમકીઓ આપીને ગામમાંથી નીકળવા માટે મજબુર કર્યા જેને લઈને  છેલ્લા એક વર્ષથી તસ્લિમ અને રફીક ગામ છોડી બહાર ભટકી રહ્યા છે. જોકે રફીકને પણ પત્ની છે અને 4 બાળકો છે અને હવે તેને તસ્લિમને પણ પોતાની સાથે રાખવી પડતી હોવાથી તે પોતાની પત્ની અને બાળકો પાસે પણ જઈ શકતો નથી તો બીજી તરફ અવારનવાર ધમકીઓ મળતી હોવાથી અને તસ્લિમને ઈલિયાસ ફરીથી ન લઈ જતો હોવાથી આખરે તસ્લિમે તેના પતિ સહિત 5 લોકો સામે પાલનપુરના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં ફરિયાદ 
આ બાબટે ફરિયાદી તસ્લિમબેન માંકણોજીયાએ જણાવ્યું હતું કે, મારા પતિએ મને તલાક આપ્યા બાદ તેને પસ્તાવો થતા મને ફરીથી લઈ જવા તેના સગા બનેવી જોડે મને હલાલો કરાવ્યો અને ત્યાર બાદ મને પાછી ન લઈ ગયો અને અમને ધમકીઓ આપી રહ્યા હોવાથી અમે ફરિયાદ કરી છે. આ અંગે પીડિત બનેવી રફીકભાઈ રાજપુરા એ જણાવ્યું હતું કે, મારા સાળાએ તેની પત્નીને તલાક આપ્યા બાદ મને વિશ્વાસમાં લઈને મારી સાથે તેનો હલાલો કર્યો અને હવે મને ફસાવી દીધો છે.જોકે મહિલાના આક્ષેપ કેટલા સાચા છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હલાલાનો આ કિસ્સો સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં હડકંપ મચી ગયો છે.