Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહેસાણામાં યુવતી પર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવાના બનાવનો ભેદ ઉકેલાયો, કારણ જાણી તમે ચોંકી જશો

08:17 AM May 03, 2023 | Vipul Pandya
અહેવાલ—-મુકેશ જોષી, મહેસાણા
મહેસાણાના બાસણા ગામ પાસે યુવતીની નગ્ન લાશ મળી આવવાના કેસનો મહેસાણા પોલીસે ભેદ ઉકેલી દીધો છે.25 તારીખ ના રોજ નોકરી થી ઘરે પરત જઈ રહેલી દલિત સમાજની યુવતીની 27 તારીખના દિવસે એરંડાના ખેતરમાંથી લાશ મળી આવી હતી.આ કેસમાં દુષ્કર્મ કરી હત્યાં નિપજાવાઈ હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી યુવતીના મૃતદેહ નું પી.એમ કરાવ્યું હતું.તો બીજી તરફ દલિત સમાજના અગ્રણીઓએ પણ પોલીસને તત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા અલ્ટીમેટમ આપ્યું હતું.આ વિવાદ વચ્ચે મહેસાણા પોલીસે આ યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.કોણ છે આ યુવતીનો હત્યારો અને કેમ આ ઘટનાને અંજામ આપ્યો જુઓ આ રિપોર્ટમાં..
રીક્ષા ચાલક વિજય ઠાકોરના મનમાં વાસનાનો કીડો સળવળ્યો
મહેસાણા પોલીસ માટે પ્રતિષ્ઠા નો પ્રશ્ન બની ગયેલા હત્યા કેસ નો આખરે ભેદ ઉકેલાઈ ગયો છે. 27 તારીખ ના રોજ બાસણા ગામ નજીક 23 વર્ષીય યુવતીનો હત્યારો આખરે પોલીસ સંકજામાં આવી ગયો છે.વિજય ઠાકોરે મહેસાણાના મોલમાં નોકરી કરીને ઘરે પરત જઈ રહેલી 23 વર્ષીય યુવતીની દુષ્કર્મ ગુજારી હત્યા કરી દીધી હતી.વિજય ઠાકોર મહેસાણા અને વિસનગર વચ્ચે રીક્ષા ચલાવે છે.અને આ કારણે 25 એપ્રિલ ના દિવસે યુવતી નોકરી થી છૂટીને ઘરે જવા માટે વિજય ઠાકોરની રીક્ષામાં બેઠી. 23 વર્ષીય યુવતીને જોઈને રીક્ષા ચાલક વિજય ઠાકોરના મનમાં વાસનાનો કીડો સળવળ્યો અને તેણે યુવતી સાથે દુષ્કર્મનો પ્લાન મનોમન બનાવી દીધો. આ પ્લાનને અંજામ આપવા રસ્તામાં કોઈ અન્ય મુસાફર બેસાડવાનું રીક્ષા ચાલકે ટાળ્યું.અને રીક્ષા વિસનગર તરફ પુરઝડપે ભગાવી દીધી.

દુષ્કર્મ કરી હત્યા
રસ્તામાં બાસણા ગામ નજીક યુવતી ને યુક્તિ પ્રયુક્તિ વાપરી રીક્ષા ચાલક એક ખેતરમાં લઈ ગયો.જ્યાં યુવતીને માર મારી તેની સાથે બળજબરી શરૂ કરી દીધી. યુવતી સાથે દુષ્કર્મ આચરી પકડાઈ જવાની બીકે રીક્ષા ચાલક વિજય ઠાકોરે યુવતીને મારી નાખવાનો પ્લાન બનાવી દીધો. પહેલા યુવતી ને લાતો મારી અને ત્યારબાદ યુવતીએ પહેરેલા કપડાં થી તેનું ગળું દબાવી દીધું.ત્યારબાદ યુવતી ન મોબાઈલ અને અન્ય સામાન લઈને રીક્ષા ચાલક ફરાર થઇ ગયો.મોબાઈલ તાવડીયા રોડ ઉપર ફેંકી દીધો તો યુવતીની બેગ ખેતર થી દુર એક અવાવરું જગ્યાએ ફેંકી દીધી.

પોલીસે આરોપીને પકડ્યો 
આ ઘટના બન્યા બાદ દલિત સમાજ દ્વારા આરોપીઓ ને ત્વરિત પકડી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું તો બીજી તરફ પોલીસ એ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુનાનો ભેદ ઉકેલવા 7 જેટલી ટીમ કામે લગાડી દીધી.જેમાં યુવતીના નોકરીના સ્થળ થી વિસનગર તરફ જવાના રસ્તા ઉપર 24 કિમિ વિસ્તારમાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા. 25 તારીખ રાત્રે વિસનગર તરફ ગયેલા 100 કરતા વધુ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી.દરમિયાન યુવતી રિક્ષામાં બેસીને ગઈ હોવાની હકીકત મળતા પોલીસે રીક્ષા ચાલક ની શોધખોળ શરૂ કરી.જેમાં પુદગામ ગામનો રીક્ષા ચાલક બે દિવસ થી શટલ મારવા માટે આવ્યો નહીં હોવાનું અન્ય રીક્ષા ચાલકે જણાવ્યું.આ તમામ બાબતને ધ્યાનમાં લઈને પોલીસે રીક્ષા ચાલક વિજયની પૂછપરછ હાથ ધરી.જેમાં તેણે આખરે ગુનો કબુલી લીધો. આ ગુનાનો ભેદ ઉકેલવામાં યુવતીનો મોબાઈલ ફોન મહત્વપૂર્ણ કડી સાબિત થયો.ઘટનાને અંજામ આપ્યા બાદ યુવતીનો મોબાઈલ ફોન રાત્રીના 1 કલાક સુધી ચાલુ રહ્યો હતો.આ ફોન રીક્ષા ચાલક ની કબુલાત આધારે શોધી લેવામાં પોલીસને સફળતા મળતા જ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ
મહેસાણા જેવા શાંત અને સલામત માનવામાં આવતા જિલ્લામાં આ ઘટનાએ લોકોને હચમચાવી મુક્યાં છે.તો બીજી તરફ રીક્ષા ચાલક ઉપર ભરોસો કરી રાત્રીના સમયે એકલા મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ ખડા કર્યા છે.