Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

1 જ વર્ષમાં આ શેરનો ભાવ થયો ડબલ, બાઈકની ચેન બનાવનારી આ કંપનીના ઈન્વેસ્ટર્સ થયા અમીર

09:35 PM Apr 28, 2023 | Vipul Pandya

કોરોનાની મહામારીમાંથી પસાર થવા છતા કેટલાક સ્ટોકે શાનદાર પ્રદર્શન કર્યું છે. ઘણાં શૅયરોએ તો કેટલાક જમહિનાઓમાં ઈન્વેસ્ટર્સના પૈસા ડબલ કરી દીધા. જેમાં LG Balakrishnan and Brothers Limited ના સ્ટોક પણ શામેલ છે. એક જ વર્ષમાં આ સ્ટોકની કિંમત 293 રૂપિયાથી લઈને 627 રૂપિયા સુધી પહોંચી ગઈ. એટલે કે 114 ટકા વધારો જોવા મળ્યો. અને આવી જ રીતે એક જ વર્ષમાં પોતાના ઈન્વેસ્ટર્સના રોકાણને ડબલ કરી દીધા..
પાછલા 10 વર્ષમાં કેટલો ઉપર ગયો સ્ટોક
એવું નથી કે આ પહેલી વખત જ કંપનીના ભાવમાં તેજી જોવા મળી હોય. કંપનીના સ્ટોક પાછલા 10 વર્ષમાં લગભગ 700 ટકા સુધી વધ્યા.
1 લાખના સીધી 2.14 લાખ રૂપિયા થયા
જો એર વર્ષ પહેલા કોી વ્યક્તિએ આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા નિવેશ કર્યૈ હશે તેની ઈન્વેસ્ટમેન્ટ વેલ્યુ વધીને 2.14 લાખ રૂપિયા પહોંચી ગઈ.
કંપનીની માર્કેટ કેપિયલ કેટલી?
કંપનીનું બજાર પૂંજીકરણ (LGB M-Cap) 1,928 કરોડ રૂપિયા છે. કંપનીના સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસના મુવિંગ એવરેજ કરતા ઉપર છે.
શું છે બ્રોકરેજ હાઉસનું માનવું?
ગ્રીન પોર્ટફોલિયોને ફાઉન્ડર દિવમ શર્માએ જણાવ્યું કે માર્કેટમાં લીડરશીપ પોઝિશન અને પાછલા 2 ત્રિમાસિક ગાળાના ઉત્તમ પરિણામોના કારણે કંપની નિવેશના કારણે ઘણો આકર્ષક ઑપ્શન બની ગયો છે. તેમણે જણાવ્યું કે આવનારા કેટલાક વર્ષોમાં જો મેનેજમેન્ટ પોતાની પ્રોડક્ટ રેન્જમાં ડાઈવર્સિફિકેશ કરે તો મૂલ્યાંકનનું વર્તમાન સ્તર ખૂબ જ આકર્ષક બનશે..