Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Iskcon Bridge Accident Case માં આવતીકાલે તથ્ય વિરુદ્ધ ફાઇલ થઇ શકે છે ચાર્જશીટ

01:22 PM Jul 25, 2023 | Vishal Dave

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આવતીકાલે એટલે કે બુધવારે પોલીસ ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. આ કેસમાં પોલીસે અકસ્માત બાદથી અત્યાર સુધીમાં જે કંઇ સામે આવ્યુ તેના પર એક નજર કરીએ.

1. FSLના રિપોર્ટના અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું

2. રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હતું

3. કારની લાઇટનો પ્રકાશ પૂરતો હતો

4. 17 સાક્ષીઓની જુબાની લેવાઈ

5. કોલ ડિટેઈલમાં અકસ્માત સ્થળે હાજરી

6. DNA રિપોર્ટમાં ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો

7. ગાંધીનગર, સિંધુભવન રોડ પર સર્જેલા અકસ્માત

8. FSLએ કરેલ રિકન્ટ્રક્શના પુરાવા

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને 21 જુલાઈએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં ગઇકાલે તથ્યને કોર્ટમાં હાજર કરાયો હતો. પોલીસ જાપતામાં આરોપીને કોર્ટ રૂમની પાછળના ભાગે આવેલા કઠેડામાં બેસાડાયો હતો. જોકે પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. હાલ તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં છે. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યો ત્યારે જેગુઆર કાર 141.27 કિમી પ્રતિ કલાકની ઝડપે તથ્ય ચલાવતો હતો. આ વાતનો ઘટસ્ફોટ ગાંધીનગર FSL રિપોર્ટમાં થયો છે.

કઈ-કઈ કલમો લાગી છે તથ્ય પર?

કલમ 279 – જાહેર માર્ગ પર ભયજનક રીતે વાહન ચલાવી જાનહાની કરે તો તેવી વ્યક્તિને 6 મહિના સુધીની સજા અને દંડ થઈ શકે છે.

કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.

કલમ 338 – કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

304 – હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

504 – શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવામાં આવે ત્યારે જો ગુનો સાબિત થાય તો બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.

506 (2) – મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની ધમકી માટે આ કલમ દાખલ થાય છે, જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે.

114 – ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.