Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ક્રેઝ, લોકોને અપાઇ રહી છે ભાતભાતની ઓફરો

06:49 PM Apr 22, 2023 | Vipul Pandya

અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. કાશ્મીર ફાઇલ શરુઆતમાં ઓછી સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી છે હવે આયોજકોએ પણ શો વધાર્યા છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તેની ટિકિટો મળવી મુશ્કેલ છે. ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચારો બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ સાથે જ ઘણા લોકો આ ફિલ્મ જોવા માટે દેશના યુવાનોને વિવિધ ઓફરો પણ આપાઇ રહ્યી છે. તેનો હેતુ એ છે કે લોકો કાશ્મીરનો ઈતિહાસ જાણે. આવી ઘણી પોસ્ટ્સ વાયરલ થઇ રહી છે જે આ મૂવી જોવાના પૈસા પરત કરવા માટે તેમજ ફૂડ પર ડિસ્કાઉન્ટ આપવાની ઓફરો આપી રહ્યાં છે. દર્શકોને ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે.ફિલ્મે શનિવારે 8.5 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 12.05 કરોડનો બિઝનેસ કર્યો છે. 

ફિલ્મે પહેલા જ દિવસે 3.5 કરોડની કમાણી કરી
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને પબ્લિસિટી વર્ડ ઓફ માઉથ દ્વારા સૌથી વધુ મળી રહી છે. ફિલ્મએ પહેલા દિવસે 1.5 થી 2 કરોડનો બિઝનેસ કરશે તેવો અંદાજ હતો, પરંતુ ફિલ્મે પહેલા જ દિવસે 3.5 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે અચાનક જ ફિલ્મ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.  તેથી તેના શો અને સ્ક્રીન નંબર પણ વધારવામાં આવ્યા છે. થિટેટર્સ આયોજકોના મતે લોકો સવારે સાડા છ વાગ્યાનો શો જોવા પણ  આવી  રહ્યા છે. ખાસ વાત એ છે કે ફિલ્મનું  આ વીકેન્ડમાં જબરદસ્ત એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યું છે

ફિલ્મ જોનારાઓની ટિકિટ રિફંડ
કાશ્મીર ફાઇલ્સનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની પત્ની પલ્લવી જોશીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મેકર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પોતાની તસવીર શેર કરતા જણાવ્યું કે, વડાપ્રધાને પણ ફિલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મ 11મીએ રિલીઝ થઈ હતી. ત્યારથી તે ચર્ચામાં રહી છે. આવા ઘણા રિવ્યુ દર્શકોને આવ્યા જેમાં તેઓ રડતા જોવા મળ્યા. ઘણા વિવેચકો પણ કહે છે કે આ એક ચોંકાવનારી ફિલ્મ છે. હવે આવી ઘણી પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં ફિલ્મ જોનારાઓની ટિકિટ રિફંડ કરવા સિવાય બીજી ઘણી ઑફર્સ મળી રહી છે.ગુજરાતમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટના માલિક રામભાઈ તેમના કર્મચારીઓને ધ કાશ્મીર ફાઇલ્સ જોવા માટે ટિકિટના પૈસા આપી રહ્યા છે.

ગુજરાતમાં થઇ પોસ્ટ વાયરલ
ટ્વિટર યુઝર્સ દ્વારા પોસ્ટમાં કરી તેમણે લખ્યું છે કે, સુરત-ગુજરાતમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટના માલિક રામભાઈ તેમના કર્મચારીઓને ધ કાશ્મીર ફાઇલ્સ જોવા માટે ટિકિટના પૈસા આપી રહ્યા છે. અમેરેલી , સુરત રાજકોટ, જૂનાગઢમાં લોકો ફિલ્મ જોવાં અન્ય લોકો  અને સ્ટાફ વિવિધ ઓફરો પણ આપી રહ્યાં છે.