Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલમાં 2 માસુમ બાળકોને તેના પિતાએ જ ઝેરી દવા પીવડાવી કરી હત્યા

08:30 PM Sep 17, 2023 | Hardik Shah

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા 3 અને 13 વર્ષના બે માસુમ બાળકો એ ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસરથી મોત થયું હોવાની બાળકોના પિતાની કેફિયત પોલીસતંત્રને ગળે ન ઉતરતા પોલીસે આગવી ઢબે માસુમ બાળકોના પાસવી પિતાની પૂછપરછ કરતા પાસવી પિતાએ પોતે જ ઝેર પીવડાવી હત્યા નીપજાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણા ના પુત્રો રોહિત ઉમર વર્ષ ત્રણ અને હરેશ ઉંમર વર્ષ 13 ને બે દિવસ પહેલા ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થી મોત થયું હોવાની તેના પિતાની કેફિયત પોલીસે તંત્રને ગળે ન ઉતરતા ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, સિટી પીઆઈ ગોસાઈ સહિતના પોલીસ અધિકારીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસની આગવી પૂછપરછમાં રાજેશ પોપટ બની જતા તેને જ તેના બંને સંતાનોને પોતાના ઘરે ઝેર પીવડાવી દીધા હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી 302 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન માસુમ બાળકોની માતા હિરલબેન નો પોલીસે સંપર્ક કરી તેની પાસેથી સંપૂર્ણ વિગત જાણી હતી ત્યારે હિરલબેને જણાવ્યું હતું કે રોહિત અને હરેશ તેના સંતાનો નથી તેવું રાજેશ મકવાણા અવારનવાર શંકા કુશંકા કરતો હતો જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને 15 દિવસ પહેલા જ આ બાબત થી કંટાળી બંને વચ્ચે છૂટાછેડા થયા હતા જ્યારે રોહિત અને હરેશ તેના પિતા રાજેશ સાથે રહેતા હતા પોલીસે માસુમ બાળકોના માતાને ફરિયાદી બનાવી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.