Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વૃદ્ધાએ પોતાની તમામ સંપતિ રાહુલ ગાંધીના નામે કરી, જાણો શા માટે આવું કર્યુ?

02:06 PM Apr 28, 2023 | Vipul Pandya

સામાન્ય રીતે લોકો પોતોના દીકરા- દીકરી અથવા તો પરિવારના કોઇ વ્યક્તિના નામે પોતાની સંપતિ કરે છે. તો જેમને કોઇ વારસ નાહોય તેવા લોકો કોઇ મંદિર અથવા તો સંસ્થાને પોતાની સંપતિનું દાન આપે છે. ત્યારે શું તમે કયારેય સાંભળ્યું છે કે કોઇ વ્યક્તિએ પોતાની તમામ સંપતિ નેતાના નામે કરી દીધી? અત્યાર સુધી તો કદાચ આવું નહીં સાંભળ્યું હોય, પરંતું હવે સંભળાશે. કારણ કે દહેરાદૂનની એક મહિલાએ આવું જ કર્યુ છે.
કોણ છે વૃદ્ધ મહિલા?
ઉત્તરાખંડની એક મહિલાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાની તમામ સંપત્તિ આપી દીધી છે. દેહરાદૂનની 78 વર્ષીય આ મહિલાએ પોતાની તમામ સંપતિ રાહુલ ગાંધીના નામે કરી છે. જેમાં 50 લાખની સંપત્તિ તેમજ 10 તોલા સોનાનો સમાવેશ થાય છે. આ મહિલાનું નામ  પુષ્પા મુંજિયાલે છે. જેણે પોતાની તમામ સંપતિ રાહુલ ગાંધીના નામે કરતું વસિયતનામુ પણ દેહરાદૂન કોર્ટમાં રજૂ કરી દીધું છે.
મહિલાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત છે. જેથી તે પોતાની મિલકત રાહુલ ગાંધીને આપી રહી છે. મહિલાની સંપત્તિમાં 50 લાખની જંગમ અને સ્થાવર મિલકત તથા 10 તોલા સોનું છે. 
આ મુદ્દે કોંગ્રેસના મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માએ કહ્યું કે મહિલાએ રાહુલ ગાંધીના નામે પોતાની સંપત્તિનું વસિયતનામું પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહને તેમના નિવાસસ્થાને સોંપ્યું છે. મહિલાએ કહ્યું કે રાહુલ ગાંધીના પરિવારે દેશની આઝાદીથી લઈને આજ સુધી હંમેશા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. પછી તે ઈન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી. તેમણે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.