Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બિહારમાં vip પક્ષના તમામ ધારાસભ્યો જોડાયા ભાજપમાં

09:42 AM May 02, 2023 | Vipul Pandya

વિકાસ ઇન્સાન પાર્ટી (VIP)ના સંસ્થાપક અને અધ્યક્ષ મુકેશ સાહનીને બુધવારે તેમની જ પાર્ટીના ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે. બિહારના પશુપાલન મંત્રી મુકેશ સાહનીની પાર્ટીના ત્રણેય ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ત્રણેય ધારાસભ્યો સ્પીકરને મળ્યા અને ભાજપમાં જોડાવાની જાણકારી આપી. VIP પાસે ફક્ત આ 3 ધારાસભ્યો છે અને એક MLC મુકેશ સાહની ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે છે. વિધાન પરિષદ તરીકે સાહનીની ટર્મ થોડા અઠવાડિયામાં પૂર્ણ થવા જઈ રહી છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન, ભાજપ સાહનીથી તેના નેતાઓ સામેના વક્તવ્યને કારણે નારાજ હતા. બુધવારે VIP પાર્ટીના ધારાસભ્યો રાજુ સિંહ, સ્વર્ણ સિંહ અને મિશ્રીલાલ યાદવ સ્પીકરને મળ્યા અને ભાજપને સમર્થનનો પત્ર આપ્યો. વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હાએ ત્રણેય VIP ધારાસભ્યોના ભાજપમાં વિલયને મંજૂરી આપી દીધી છે. વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ મુકેશ સાહનીને ભાજપના ક્વોટામાંથી MLC અને મંત્રી બનાવવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે હવે મુકેશ સાહનીના મંત્રી પદ પણ જઈ શકે છે.
વિકાસશીલ ઇન્સાન પાર્ટીના ત્રણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ બિહાર વિધાનસભામાં મુકેશ સાહનીની પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. વીઆઈપીનું પ્રતિનિધિત્વ માત્ર બિહાર વિધાન પરિષદમાં જ બાકી છે અને થોડા અઠવાડિયા પછી પાર્ટીનું અસ્તિત્વ ત્યાં પણ ખતમ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હવે ભાજપ મુકેશ સાહનીને એમએલસી નહીં બનાવે. VIPએ કહ્યું છે કે તેમની પાર્ટી નિષાદ અનામત માટે લડી રહી છે અને 40 ધારાસભ્યો સાથે વિધાનસભામાં પરત ફરશે.