Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભુજમાં AIMIMના હોદ્દેદાર એવા પાસાના આરોપીએ પોલીસ પર ગાડી ચઢાવાનો કર્યો પ્રયાસ

09:42 PM Apr 23, 2023 | Vipul Pandya

કચ્છના પાટનગર ભુજ (Bhuj)માં અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMના હોદ્દેદાર અને જેની સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે તેવા આરોપી મુજાહીદ અલીમામદ હીંગોરજાનીએ ગુરુવારે રાત્રે પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ જ્યારે તેને પકડવા ગઇ ત્યારે આ બનાવ બન્યો હતો. જો કે પોલીસે તેને પકડી લીધો હતો. ઘટનાના પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી. 

મુજાહીદ અલીમામદ હીંગોરજાની AIMIMનો હોદ્દેદાર
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, બે હત્યા સહીત એક મારામારીના બનાવમાં સંડોવાયેલા આરોપી મુજાહીદ હીંગોરજા નામના વ્યક્તિને પકડવા માટે એલસીબીની એક ટીમ ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલા ગાંધીનગરી રોડ ઉપર વોચમાં ગોઠવાઈ હતી. મુજાહીદ અલીમામદ હીંગોરજાની અસદુદ્દીન ઔવેસીની  પાર્ટી ઓલ ઇન્ડિયા મજલીશ-એ-ઈત્તેદાહુલ મુસ્લિમીનહીન (AIMIM )ના કચ્છના જિમ્મેદાર તરીકે જેમની નિમણુંક કરવામાં આવી છે. 


 મુજાહીદ સામે પાસાનું વોરંટ
 મુજાહીદ અલીમામદ હીંગોરજાની નામના વ્યક્તિ સામે કચ્છ કલેક્ટર દ્વારા પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો. આથી પોલીસ તેને બાતમીને આધારે પકડવા માટે ભુજમાં વોચ રાખીને બેઠી હતી. દરમિયાન મુજાહીદ અલીમામદ હીંગોરજા ભુજના ગાંધીનગરી એરપોર્ટ રોડ ઉપરથી પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. જો કે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે બળજબરીપૂર્વક તેને પકડી લીધો હતો. 


પોલીસે તેને પકડી લીધો
પોલીસે  તેને પોલીસની કસ્ટડીમાં લઇ લીધો છે. ગુરુવારે રાત્રે  8 વાગે ગાંધીનગરી રોડ પર LCBની ટુકડીએ પાસાનો વોરંટ બજાવવા માટે તેને રોક્યો ત્યારે તેણે પોલીસ પર ગાડી ચઢાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને કડક જાપ્તા હેઠળ ભુજમાં આવેલી એલસીની કચેરીએ લઇ જવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ