Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નર્મદા મૈયાનું રૌદ્ર સ્વરુપ, જુઓ અંકલેશ્વરની સ્થિતિ તસવીરોમાં 

12:51 PM Sep 18, 2023 | Vipul Pandya
નર્મદા નદીમાં છોડાયેલા 20 લાખ ક્યુસેક કરતા વધુ પાણીથી નર્મદા નદીના કાંઠા વિસ્તારોના ગામો અને શહેરોમાં ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. તમામ ગામો અને શહેરોમાં નર્મદાના પાણી પ્રવેશી ચુક્યા છે. અનેક સોસાયટી વિસ્તારો જળબંબાકાર બની છે. નર્મદા કિનારાના ગામો જળબંબાકાર બની ગયા છે. આવી જ સ્થિતી નર્મદાના કિનારે આવેલા ભરુચ અને અંકલેશ્વર શહેરની છે.

નર્મદાના પાણી ફરી વળતાં અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, ખાલપુયા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા છે. અંકલેશ્વરના હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટી જળબંબાકાર બની છે. સોસાયટીના પહેલા માળ સુધી પાણી પહોંચ્યા છે. લોકો પોતાના મકાનોમાં ફસાઇ ગયા છે. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોસાયટી વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકોના વાહનો પણ પાણીમાં ડુબી ગયા છે. નર્મદા મૈયાના રૌદ્ર સ્વરુપના કારણે લોકોની સ્થિતી કફોડી બની રહી છે.

અંકલેશ્વર વિસ્તારમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે.

આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે.

જ્યાં નજર પડે ત્યાં બસ પાણી..જ પાણી જોવા મળી રહ્યું છે.