+

વિશ્વઉમિયાધામમાં 72 કલાકમાં 450 મહાનુભાવો પાયાના પિલ્લર બન્યા

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો પાંચમા દિવસ રંગેચંગે પૂર્ણ થયો. જગતના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણના ગિરીરાજ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 8500થી વધારે ભાવિ ભક્તોથી સમગ્ર સભામંડપ અભિભૂત બન્યો હતો. કથાના પાંચમાં દિવસસે 20 મહાનુભાવો જોડાયા  હતા કથાકાર  જિગ્નેશદાદાની દિવ
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો પાંચમા દિવસ રંગેચંગે પૂર્ણ થયો. જગતના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણના ગિરીરાજ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 8500થી વધારે ભાવિ ભક્તોથી સમગ્ર સભામંડપ અભિભૂત બન્યો હતો. 
કથાના પાંચમાં દિવસસે 20 મહાનુભાવો જોડાયા  હતા 
કથાકાર  જિગ્નેશદાદાની દિવ્યવાણીથી શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર તરીકે પાટીદાર સહિત અનેક સમાજના વિશ્વભરના અનેક મહાનુભાવો જોડાઈ રહ્યા છે. વિશ્વઉમિયાધામમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં આજે કથાના પાંચમાં દિવસસે 20 મહાનુભાવો જોડાયા છે. જ્યારે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં માત્ર 72 કલાકમાં 450 મહાનુભાવો વિશ્વઉમિયાધામ મંદિરના પાયાના પિલ્લર તરીકેનો ભાગ્યશાળી લાભ પ્રાપ્ત કર્યો છે. સાથો સાથ અત્યાર સુધીમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં 1025 મહાનુભાવોએ લાભ પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરવા સાયલા ભગતનું ગામના ગાદિપતી દુર્ગાદાસજી મહારાજ પધાર્યા હતા.
વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરમા્ 72 કલાકમાં 450 ધર્મસ્તંભની જાહેરત: આર.પી.પટેલ
આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે હું પણ પાયાનો પિલ્લર અભિયાન કે જેનો લાભ માત્ર 11 લાખનું અનુદાન કરી સમસ્ત સમાજના વિશ્વના માત્ર 1440 મહાનુભવોને જ પ્રાપ્ત થવાનો છે. શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં માત્ર 72 કલાકમાં 450 મહાનુભાવો હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાયા.
 
આજે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં કૃષ્ણ-રૂકમણિ વિવાહ ઉત્સવની કરાઈ ઉજવણી
આજે એટલે રવિવારે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણિજીના વિવાહના ઉત્સવની ઉજવણી કરાશે. સાથો સાથે જગતના અધિપતી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણિજીની લીલાઓનું પણ વર્ણન કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter