Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખુંખાર આતંકીઓને કેદ કરવા માટે જાણીતી જેલમાં ઇમરાન ખાન, રાતભર કિડીઓ અને મચ્છરોથી રહ્યા પરેશાન

10:38 AM Aug 08, 2023 | Vishal Dave

તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવાયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં બંધ છે. ઈમરાન ખાનના વકીલે દાવો કર્યો છે કે તેમને ‘સી ક્લાસ’ બેરેકમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે. ઈમરાન ખાન હાલ પાકિસ્તાનના પંજાબની એટોક જેલમાં છે. જણાવી દઈએ કે આ જેલ ખતરનાક ગુનેગારો અને આતંકવાદીઓને કેદ કરવા માટે પણ જાણીતી છે.

વકીલે દાવો કર્યો કે અગાઉ જેલ પ્રશાસન કોઈને પણ ઈમરાન ખાનને મળવા દેતું ન હતું. બે દિવસ બાદ ઈમરાન ખાનના વકીલ નઈમ હૈદર પંજોથાનને બપોરે તેમને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલા પંજોથાએ ઈમરાન ખાનની ધરપકડ સામે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે ઇમરાન ખાનને જેલમાં ‘એ ક્લાસ’ની સુવિધા આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. આ સિવાય ઈમરાન ખાનને તેમની ટીમને મળવાની પણ મંજૂરી આપવી જોઈએ. તેમના અંગત ડૉક્ટર ફૈઝલ સુલતાન અને પરિવારના સભ્યો પણ આ યાદીમાં સામેલ છે.

બાથરૂમમાં દરવાજો નથી

ઈમરાનને મળ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા પંજોથાએ કહ્યું કે, ઈમરાન ખાનને 9 બાય 11 ફૂટના નાના વર્ગની બેરેકમાં રાખવામાં આવ્યા છે. તેમની બેરેકમાં એક ખુલ્લું બાથરૂમ છે જેમાં ન તો દિવાલ છે કે ન તો દરવાજો. રાત્રિ દરમિયાન વરસાદનું પાણી તેમની બેરેકમાં ઘૂસી ગયું હતું. તેમણે કહ્યું કે, આટલી સમસ્યાઓ પછી પણ ઈમરાન ખાન પ્રાર્થના કરી રહ્યા છે. તેનો ઉત્સાહ ઓછો થયો નથી.

મચ્છર અને કીડીઓથી પરેશાન ઈમરાન

વકીલે દાવો કર્યો કે ઈમરાન ખાન જેલમાં મચ્છરો અને કીડીઓથી પરેશાન છે. કીડીઓ દિવસ દરમિયાન હુમલો કરે છે અને રાત્રે મચ્છર હુમલો કરે છે. ફૂડ અંગે તેમણે જણાવ્યું કે ઈમરાન ખાનને દાળ અને સાગ આપવામાં આવે છે, અને તેમાં તેમને કોઈ સમસ્યા નથી. ઈમરાન ખાને તેમને મીડિયાને જણાવવાનું કહ્યું કે, જો તેને ડી વર્ગની જેલમાં નાખવામાં આવે તો પણ તે ક્યારેય ગુલામી સ્વીકારશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેમના ઘર પર હુમલો થઈ રહ્યો છે. શનિવારે તેમના બેડરૂમના દરવાજા અને બારી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.