+

Imran khan update: ઈમરાન ખાન વધુ એક કેસમાં આરોપી સાબિત થયો, 7 વર્ષની સજા ફટકારી

Imran khan update: Pakistan ના પૂર્વ વડાપ્રધાન હાલમાં જેલમાં બંધ છે. તેમ છતાં તેમના રાજકારણ અને અંગત જીવનને લઈને વારંવાર અનેક ખુલાસા થતા હોય છે. કોર્ટે બંને 7 વર્ષની જેલની…

Imran khan update: Pakistan ના પૂર્વ વડાપ્રધાન હાલમાં જેલમાં બંધ છે. તેમ છતાં તેમના રાજકારણ અને અંગત જીવનને લઈને વારંવાર અનેક ખુલાસા થતા હોય છે.

  • કોર્ટે બંને 7 વર્ષની જેલની સજા કરી
  • જેલમાં 14 કલાક સુનાવણી થઈ
  • કોર્ટમાં પૂર્વ પત્ની સાથે દલીલ

કોર્ટે બંને 7 વર્ષની જેલની સજા કરી

Pakistan ની એક કોર્ટે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને સજા આપી છે. બિન-ઈસ્લામિક લગ્નના કેસમાં કોર્ટે બંનેને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસ ઈમરાન ખાનની પત્નીના પહેલા પતિ ખાવર મેનકાએ દાખલ કર્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે તેણે બે લગ્ન વચ્ચે ઈદ્દતનું પાલન કરવાની ઈસ્લામિક પ્રથાનું ઉલ્લંઘન કર્યું છે.

Imran khan update

Imran khan update

જેલમાં 14 કલાક સુનાવણી થઈ

તે ઉપરાંત ઈમરાન ખાનની પત્નીએ પણ તેની પર Extramarital affair નો આરોપ લગાવ્યો હતો. ત્યારે રાવલપિંડીની અદિયાલા જેલમાં 14 કલાકની સુનાવણી પછી ટ્રાયલ કોર્ટે આ બંને કેસની સુનાવણી પૂરી કરી હતી.જો કે રાવલપિંડી જેલમાં 2023 થી ઈમરાન ખાન બંધ છે.

કોર્ટમાં પૂર્વ પત્ની સાથે દલીલ

એક અહેવાલ મુજબ, 2 ફેબ્રુઆરીએ કોર્ટે વધારાના સાક્ષીઓને રજૂ કરવાની બચાવ પક્ષની વિનંતીને ફગાવી દીધી હતી. આ સિવાય કોર્ટે બેલની અરજી પણ ફગાવી દીધી હતી. 1 ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટમાં ઈમરાન ખાન અને તેમની પત્ની મેનકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેનકાએ કોર્ટમાં એ પણ કહ્યું કે ઈમરાન ખાને તેનું પારિવારિક જીવન બરબાદ કરી દીધું છે. જેના કારણે તેની પુત્રીને છૂટાછેડાનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: ઝારખંડમાં Rahul Gandhi સામે જય શ્રીરામ અને મોદી-મોદીના નારા લાગ્યા

Whatsapp share
facebook twitter