+

ઈમરાન ખાને ધરપકડ પહેલા કર્યું ટ્વીટ – તેઓ મને જેલમાં નાખવા માંગે છે…

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમણે ટ્વીટ દ્વારા તેમની સાથે જે થઇ રહ્યું છે તે હોવાનું જણાવ્યું છે. તેમણે આ ટ્વીટમાં વીડિયો માધ્યમથી તેમને ફસાવવામાં આવી રહ્યા છે…

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમણે ટ્વીટ દ્વારા તેમની સાથે જે થઇ રહ્યું છે તે હોવાનું જણાવ્યું છે. તેમણે આ ટ્વીટમાં વીડિયો માધ્યમથી તેમને ફસાવવામાં આવી રહ્યા છે અને તેમને કોણ ફસાવી રહ્યું છે તે સૌ કોઇ જાણે છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે.

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કોર્ટ રૂમની અંદરથી ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ NAB ની ટીમ તેમને રાવલપિંડી લઇ જઇ રહી છે. ઈસ્લામાબાદ કોર્ટે ધરપકડની નોંધ લીધી છે અને જણાવવા કહ્યું છે કે કયા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે આઈજીએ સમન્સ જારી કર્યા છે. રેન્જર્સે ઈમરાન ખાનને ગળાથી ખેંચ્યયા હતા. તેમને વ્હીલચેરથી કાર સુધી ખેંચીને લઇ જવામાં આવ્યા, પાકિસ્તાન રેન્જર્સ કોર્ટની બારી તોડીને અંદર પ્રવેશ્યા હતા.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઈમરાન ખાને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ફૈઝલ નસીર તેમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, આ પછી પાકિસ્તાની સેનાએ તેમના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમને ઠપકો પણ આપ્યો હતો.

આ પણ વાંચો – પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter