+

SIM card: તમારા નામે કોણ સિમ કાર્ડ વાપરે છે? જાણવું હોય તો આ રહીં તમામ માહિતી

SIM card: મોબાઇલ વિના અત્યારે કોઈને પણ ચાલતું નથી, અવું કહી શકાય કે, મોબાઇલ અત્યારે લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. મોબાઇલ છે તેનો મતલબ એ છે કે,…

SIM card: મોબાઇલ વિના અત્યારે કોઈને પણ ચાલતું નથી, અવું કહી શકાય કે, મોબાઇલ અત્યારે લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. મોબાઇલ છે તેનો મતલબ એ છે કે, તેમાં સિમ કાર્ડ આત્મા સમાન ગણાય છે. સરકાર દ્વારા સિમ કાર્ડને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યાં છે. ભારતમાં દિવસેને દિવસે સિમ કાર્ડને લગતા કાયડાઓ કડક થઈ રહ્યાં છે. તાજેતરમાં, ટેલિકોમ રેગ્યુલેટરે સિમ સ્વેપિંગ છેતરપિંડી રોકવા માટે નવા નિયમો રજૂ કર્યા છે. ભારતમાં, એક આઈડી કાર્ડ પર એક સમયે 9 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

તમારા નામ પર કોણ સિમ કાર્ડ વાપરે છે?

ઘણીવાર એવું પણ બને છે કે, આપણે આપણા પરિવાર કે, સંબંધીઓને પણ આપણાં નામે સિમ કાર્ડ ખરીદીને વાપરવા માટે આપતા હોઈએ છીએ.પરંતુ શું તમને ખબર છે કે, તમારા નામ પર કેટલા કાર્ડ ચાલું છે? શું તમે ક્યારેય આ બાબતે વિચાર કર્યો છે કે, તમારા નામ પર કોણ સિમ કાર્ડ વાપરી રહ્યું છે? જો ખબર ના હોય તો આ રહીં તમામ વિગત કે, જેમાં તમે જાણી શકશો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે.

 

અહીં આપેલી લિંક ક્લિક કરશો એટલે એક પોર્ટલ ખુલશે તેમાં તમારે વિગત ભરવાની રહેશે જેથી અહીં સિમ કાર્ટને લગતી તમામ વિગતો જાણવા મળશે. આ લિંક http://tafcop.sancharsaathi.gov.in/ ઓપન કરશો એટલે એવું પોર્ટલ ખુલશે. તો તેમાં તમારે તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોર્ડ નાખવાનો રહેશે. ત્યાર બાદ તમારા નંબર પર એક ઓટીપી આવશે તે નાખવાનો રહેશે.

ઓટીપી નાખ્યા બાદ લોગઇન પર ક્લિક કરશો એટલે તમારી સામે આખું લિસ્ટ આવી જશે. જેમાં તમે કોઈ શકશો કે, તમારા નામ પર કેટલા સિમ કાર્ડ અત્યારે પણ ચાલું છે. અહીં તમારા નામમાં સક્રિય તમામ સિમ કાર્ડ નંબર તમને દેખાશે. જો તમને આ પોર્ટલમાં કોઈ નંબર દેખાય છે જે તમારા નામે છે પરંતુ તમે તેનો ઉપયોગ કરી રહ્યાં નથી, તો તમે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. આ પછી સરકાર તે નંબરને બ્લોક કરી દેશે.

આ પણ વાંચો: સામાન ખરીદો અને ખરાબ નીકળે તો આ રીતે તમે કરી શકો છો ફરિયાદ
આ પણ વાંચો: WhatsApp માં આવી નવી અપડેટ, હવે તમે નહીં લઈ શકો DP નો સ્ક્રીનશોટ
આ પણ વાંચો: મફતમાં કરાવો તમારું Aadhaar Card Update, 14 જૂન સુધી ઉપલબ્ધ છે સેવા
Whatsapp share
facebook twitter