+

IND vs PAK: ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન,14ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવામાં આવશે. આ મેચ માટે ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચી છે. જેથી સમગ્ર ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં…

14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવામાં આવશે. આ મેચ માટે ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચી છે. જેથી સમગ્ર ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમનો સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ગઈકાલે જ અમદાવાદ આવી ગયો હતો.

 

 

એરપોર્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત

ભારતીય ટીમના આગમનને લઈ એરપોર્ટ પર પોલીસનો ચાંપદો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટીમના આગમનને લઈ 1 DPC, 2 ACP, 2 PI અને 4 PSIનો એરપોર્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતનો ઓપનર શુભમન ગિલ અને પાકિસ્તાનની ટીમનું ગઈકાલે જ અમદાવાદમાં આગમન થયું હતું

 

જાણો ભારતનો પાકિસ્તાન સામે શું હશે માસ્ટર પ્લાન

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં પાકિસ્તાન સામેની મેચ પર મોટું નિવેદન આપ્યું છે. જ્યારે રોહિત શર્માને ભારત-પાકિસ્તાન મેચ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે આપણા માટે એ મહત્વનું છે કે આપણે બહારની વસ્તુઓ વિશે ચિંતા ન કરીએ અને માત્ર તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ. અમારે માત્ર સારું પ્રદર્શન કરવાની જરૂર છે.

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંને મેચમાં એકતરફી જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાના અત્યાર સુધીના પ્રદર્શનથી ઘણો ખુશ છે. તેણે ભારતીય ટીમના પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.

 

પાકિસ્તાન વિરુદ્ધ રમશે મેચ

ભારત ટીમ 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપની મેચ રમશે. આ મેચ પહેલાં 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ 15 ઓક્ટોબરે નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અને બીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં રમી હતી. આ બંને મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. જેથી ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી પોતાની જીતનો સિલસિલો યથાવત્ રાખવાનો પ્રયાસ કરશે.

આવતીકાલે ટીમ ઈન્ડિયા કરશે પ્રેક્ટિસ

ભારતીય ટીમની પ્રથમ 2 મેચમાં જીત થઈ હતી. જેથી ભારતીય ટીમ 14 ઓક્ટોબરે પાકિસ્તાનને હરાવીને પોતાની જીતનો સિલસિલો યથાવત્ રાખશે. આ માટે ભારતીય ટીમ આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરશે અને 14 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન મેચ પહેલાં સ્ટેડિયમમાં અરીજીત સિંહ પરફોર્મ કરશે.

આ  પણ  વાંચો –WORLD CUP 2023 : વિરાટ કોહલી અંગે નવીન ઉલ હકે આપ્યું આ મોટું નિવેદન, કહ્યું – “મારી અને કોહલી વચ્ચે..”

 

Whatsapp share
facebook twitter