Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જો હવે ફેન્સી નંબર પ્લેટ રાખશો તો ખેર નહીં, એક જ દિવસમાં 100 થી વધુ વાહનો થયા ડિટેન

11:42 PM May 15, 2023 | Dhruv Parmar

અમદાવાદ શહેરમાં લોકો પોતાના વાહનોમાં HSRP નંબર પ્લેટ સિવાયની અન્ય ફેન્સી નંબર પ્લેટ લગાવતા હોય છે. જ્યારે આ ફેન્સી નંબર પ્લેટના કારણે શહેરમાં લાગેલા ઈ- મેમોના કેમેરામાં તેની માહિતી મળતી નથી હોતી. જેને લઈને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફેન્સી નંબર પ્લેટ સાથે ચલાવતા વાહન ચાલકો સામે લાલ આખ કરી હતી અને 1 દિવસમાં પૂર્વ વિસ્તારના 7 જેટલા પોલીસ સ્ટેશનમાં 123 જેટલા વાહનો ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ વાહન ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબની કાર્યવાહી કરી વાહનો કબજે કર્યા હતા.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ટ્રાફિક વિભાગના DCP સફિન હસને જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ-અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે. તે સિવાય નંબર પ્લેટ પણ RTO ના નિયમ વિરૂદ્ધ રાખી તેની પર પણ કેટલાક લખાણ લખી ફરતા હોય છે. ઘણા સમયથી આવા વાહનચાલકો ફરતા હોવાની ફરિયાદો ધ્યાને આવતા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ-અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ એમ.વી.એકટ કલમ 207 મુજબ વાહનો કુલ-123 ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ : પ્રદિપ કચીયા

આ પણ વાંચો : ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ