Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી ફ્લાઇટ ચૂક્યો તો સિલેક્ટર્સ બોલ્યા- તું હવે ઘરે જ રહે

06:43 PM Apr 25, 2023 | Vipul Pandya

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) 16 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારે આ પહેલા તમામ ટીમોએ પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આજે પણ પોતાની આંતરિક ખામીઓને દૂર કરી શકી  નથી. જેનું ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે. જ્યા એક ખેલાડીને કેરેબિયન સિલેક્ટર્સે એક મોટો ઝટકો આપતા ટીમમાંથી બહાર કરી દીધો છે. 
શિમરોન હેટમાયર T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર
T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને તેનું ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે એક મોટું પગલું ભરતા સ્ટાર ક્રિકેટર અને વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયરને T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી દીધો છે. હેટમાયરની જગ્યાએ શમરાહ બ્રુક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ ICCને માહિતી આપી હતી કે બ્રુક્સ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટે હેટમાયરની જગ્યાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ હશે.

નિર્ધારિત સમયે એરપોર્ટ ન પહોંચ્યા તેની મળી સજા
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, હેટમાયર ઓસ્ટ્રેલિયા જવાનો હતો પરંતુ તેણે સમયસર ફ્લાઈટ પકડી ન હતી અને તે પછી તેને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના જણાવ્યા અનુસાર, હેટમાયર અગાઉ 1 ઓક્ટોબરે બાકીના ખેલાડીઓ સાથે ઉડાન ભરવાનો હતો, પરંતુ તેણે અંગત કારણોસર ટેક ઓફ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેના માટે ફરીથી નવી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ 3 તારીખે પણ નિર્ધારિત સમયે તેઓ એરપોર્ટ પહોંચ્યા ન હોતા.
હેટમાયર બહાર અને બ્રુક્સ ટીમની અંદર
વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ ટીમમાંથી શિમરોન હેટમાયરને હટાવ્યા બાદ તેના સ્થાને શમરાહ બ્રુક્સનો સમાવેશ કર્યો છે. અગાઉ જ્યારે 14 સપ્ટેમ્બરે આ મેગા ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 15 ખેલાડીઓમાં બ્રુક્સનું નામ સામેલ નહોતું. જોકે, કોઈએ સાચું જ કહ્યું છે કે સમય બદલાતા મોડું નથી થતું. બ્રુક્સે અત્યાર સુધી 11 T20I મેચોમાં 107ના સ્ટ્રાઈક રેટથી કુલ 214 રન બનાવ્યા છે.