Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાત મહેનત જિંદાબાદ,તંત્રએ સામે ન જોયું તો ગામ લોકોએ જાતે પુલ બનાવવાનું શરુ કર્યુ

08:44 PM Apr 22, 2023 | Vipul Pandya

ગીરસોમનાથના એક ગામમાં ગામલોકોએ જાત મહેનત જિંદાબાદનું સુત્ર સાર્થક કર્યુ છે. વર્ષોથી બ્રિજની કામ કરી રહેલા આ ગ્રામજનોની માંગ પુરી ન થતા આખરે તેમણે પોતાના ખર્ચે જ શક્તિ  પ્રમાણેનો નાનો બ્રિજ તૈયાર કરવાનું બિડુ ઝડપ્યું છે.

15થી વધુ ગામોના લોકો પરેશાન 
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના કાંધી ગામમાં રાવળ નદી પર બ્રિજ ન હોવાના કારણે 15 થી વધુ ગામોના લોકો હેરાન થઇ રહ્યા છે. વારંવાર સરકાર પાસે બ્રિજની માંગ કરવા છતા બ્રિજ ન બનતા હવે ગામ લોકો નદીમાંથી પસાર થવા જાતેજ નાનો બ્રિજ બનાવી રહ્યા છે. કાંધી ગામના લોકો અને સરપંચ દ્વારા સ્વખર્ચે નદીમાં મટીરીયલ નાખીને નાનો બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

બ્રિજ ન હોવાથી 50 કિમીનો ફેરો 
અહીંની આ સમસ્યા દાયકાઓ જૂની છે. દેશ આઝાદ થયુંને વર્ષો વીતી ગયા,પરંતુ ગીર ગઢડાના કાંધી ગામમાં રાવલ નદી પર બ્રિજ ન હોવાને કારણે ગીર ગઢડાના 15થી વધુ ગામોના લોકો આજે પણ 50 કિલો મીટરનું અંતર કાપીને ફરવું પડે છે.. જોકે નેતાઓ ચૂંટણીઓમાં વાયદાઓ આપે છે પરંતુ કામ થતા નથી. ગામ લોકોને ગીર ગઢડા જવા માટે જો બ્રિજ બને તો ગણતરીની મિનિટોમાં ગીર ગઢડા પહોંચી શકે. બ્રિજ ન હોવાના કારણે આશરે 15 ગામના લોકોને પ્રથમ ઉના અને ત્યાંથી ગીર ગઢડા એટલે કે 50 કિલોમીટર લાંબો ચક્કર કાપવાની ફરજ પડી રહી છે.અને એટલે જ નેતા અને સરકારથી કંટાળેલા લોકોએ હવે પોતાના જ ખર્ચે નદી પર સેતુ બનાવવાની કામગીરી હાથ ધરી છે.