Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રિક્ષા ડ્રાઇવરે હેલ્મેટ ન પહેર્યું તો ટ્રાફિક પોલીસે ફાડ્યો મેમો

05:47 AM Apr 27, 2023 | Vipul Pandya

સામાન્ય રીતે ટૂ વ્હિલર વાહનોને હેલ્મેટ પહેરવાની ટ્રાફિક પોલીસ ફરજ પાડે છે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે, રિક્ષા માટે ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેરવું ફરજિયાત કર્યું હોય? તમે જરૂર કહેશો ના. થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ચલાવતા હોય તેમને હેલ્મેટ પહેરવાની જરૂર હોતી નથી. પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી તમે તમારી હસી રોકી શકશો નહી. 
મહારાષ્ટ્રના કલ્યાણમાં ટ્રાફિક પોલીસે એક ઓટો ચાલકનું હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.500નું ચલણ કાપ્યું હતું. જાણીને થોડી નવાઇ લાગશે, હસુ પણ આવશે પરંતુ આ સત્ય ઘટના છે. જોકે, આ થવા પાછળ એક નાનકડી ગરેસમજ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. જે મુજબ, 3 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક ટૂ વ્હીલર ચાલક હેલ્મેટ પહેર્યા વગર ક્યાંક જઈ રહ્યો હતો. સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસે તેનો ફોટો લીધો હતો. પરંતુ ચલણ ઓટો રિક્ષા ચાલક ગુરુનાથ ચિકનકરના નામે આવ્યું છે. 
ચલણમાં ફોટો ટૂ વ્હીલર ડ્રાઈવરનો છે, પરંતુ ઓટોનો નંબર, નામ અને મોબાઈલ નંબર ગુરુનાથનો છે. જ્યારે ઓટો રિક્ષા ચાલક ગુરુનાથ ચિકનકરને મોબાઈલ ફોનથી 500 રૂપિયાના દંડની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો. પછી તેણે કલ્યાણ ટ્રાફિક પોલીસને આ બાબત વિશે પૂછ્યું અને તેઓએ તેને થાણે અને મુંબઈ જવાનું કહ્યું. જેના પર રિક્ષાચાલક કહે છે કે, જ્યારે મારી ભૂલ નથી તો હું શા માટે કામ બંધ કરીને મુંબઈ અને થાણે ધક્કા ખાવા જાઉં?
ગુરુનાથ કહે છે કે, ટ્રાફિક પોલીસે પોતાની ભૂલ સુધારવાની જરૂર છે. આ તમામ સમસ્યાઓથી ગુરુનાથને માનસિક વેદના થઈ છે, રિક્ષાચાલકે આ કેસમાં મળેલી નોટિસ અને દંડને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. કલ્યાણમાં તાજેતરમાં ઈ-ઈનવોઈસિંગની સિસ્ટમ શરૂ થઈ છે. જેના કારણે અનેક ખામીઓ સામે આવી રહી છે.