Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ ગામની શાળામાં ઓરડા નહીં ફાળવાય તો પ્રા. શિક્ષણાધિકારીની કચરીને તાળાબંધી કરશે NSUI

12:24 AM Apr 18, 2023 | Vishal Dave

અહેવાલઃ સચિન શેખલિયા

અમીરગઢના અજાપુરા પ્રાથમિક શાળામાં ઘટતા ઓરડા તાત્કાલિક મંજુર કરવા એનસયુઆઈ ના કાર્યકતાઓ અને વાલીઓએ આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી પહોંચી હોબાળો મચાવી આવેદનપત્ર પાઠવ્યું, તેમણે જણાવ્યું કે ઓરડા મંજુર કરવામાં નહિ આવે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને તાળાબંધી કરવામાં આવશે

અમીરગઢ તાલુકાના અજાપુરા મોટા ગામે પ્રાથમિક શાળામાં ઘટતા ઓરડાઓને લઈ NSUIના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આજે જિલ્લા પંચાયત પ્રાંગણમાં રેલી સ્વરૂપે આવી ઓરડાની ઘટ પુરી કરોના નારાઓ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું… આ અંગે NSUIના પ્રદેશ મહામંત્રી ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે ધનપુરા ગામની ખોખરીયા ફળીમાં ચાલતી પ્રાથમિક શાળા અને અજાપુર મોટા ગામે ચાલતી પ્રાથમિક શાળા ભાગ બે માં એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ માત્ર એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરે છે તે ઓરડો જર્જરીત અવસ્થામાં છે .

 

આ અંગે અગાઉ રજૂઆત કરતા દાંતા નાયબ ઇજનેર દ્વારા તે ઓરડાનું નોનયુઝ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.તેમ છતાં શિક્ષકો દ્વારા ત્યાં અભ્યાસ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો છે અમારા વિસ્તારમાં આવેલી શાળામાં ઓરડા જર્જરિત હોવા છતાં ઓરડા મંજુર કરવામાં આવતા નથી નવું સત્ર શરૂ થાય તે પહેલાં જર્જરિત ઓરડા મંજુર કરવામાં નહિ આવે તો વાલીઓ સહિત વિદ્યાર્થીઓ મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને તાળાબંધી કરીશું તેવું NSUIના પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું

આજે રજુઆત કરવા પહોંચેલા કાર્યકતાઓ તેમજ વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી રહી છે જિલ્લામાં જ્યાં ઓરડાની ઘટ છે ત્યાં ઓરડા ફાળવવામાં આવતા નથી અને જ્યાં ઓરડા છે ત્યાં ઓરડા ફાળવામાં આવી રહ્યા છે.