Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં IED બ્લાસ્ટ, એક બાળકનું મોત

06:28 PM Apr 22, 2023 | Vipul Pandya

  • જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં IED બ્લાસ્ટ
  • ડાંગરીમાં IED બ્લાસ્ટમાં 3 લોકોને ઈજા
  • વિરોધ પ્રદર્શન સમયે જ બ્લાસ્ટથી હડકંપ
  • ગઈકાલે આતંકીઓએ 4 હત્યા કરી હતી
  • હત્યાના વિરોધમાં લોકોનું હતું પ્રદર્શન
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ડાંગરી ગામમાં IED બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતનો મામલો સામે આવી રહ્યો છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. જણાવી દઈએ કે ગઈકાલે રવિવારે થયેલા ટાર્ગેટ કિલિંગના વિરોધમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટના ઘણી મોટી કહેવામાં આવી રહી છે. આ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે.

મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની ઘોષણા
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રવિવારે મોડી સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. રાજૌરીમાં આતંકવાદીઓએ હિન્દુ પરિવારો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા. આ સાથે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આપને જણાવી દઇએ કે, IED બ્લાસ્ટમાં એક બાળક પણ મોતને ભેટ્યું છે. સ્થાનિક લોકોએ કહ્યું કે, અમારી માંગ છે કે એલજી મનોજ સિન્હા અહીં આવીને અમારી માંગણીઓ સાંભળે. બીજી તરફ આતંકી હુમલા બાદ સેના અને સ્થાનિક પોલીસ રાજૌરીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વળી, એલજી મનોજ સિંહાએ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત કરી છે. બીજી તરફ ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. 

હું આ હુમલાની સખત નિંદા કરું છું : એલજી મનોજ સિન્હા
સામાન્ય નાગરિકો પર થયેલા હુમલાની નિંદા કરતા એલજી મનોજ સિન્હાએ કહ્યું કે હું આ હુમલાની સખત નિંદા કરું છું, હું ખાતરી આપવા માંગુ છું કે આ હુમલા પાછળ જે લોકો છે તેમને ચોક્કસપણે સજા કરવામાં આવશે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, મારી પ્રાર્થનાઓ તેમની સાથે છે.
હિન્દુ પરિવારને કરાયો ટાર્ગેટ
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારના દિવસે થયેલો વિસ્ફોટ એ જ ઘરની નજીક થયો હતો જ્યાં રવિવારે પ્રથમ ફાયરિંગ થયું હતું. વિસ્ફોટમાં 5 લોકો ઘાયલ થયા છે. જ્યારે 1 બાળકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ આ ફાયરિંગ રાજૌરીના ધનગરી વિસ્તારમાં કર્યું હતું. આતંકવાદીઓએ પહેલા પરિવાર પાસેથી આધાર કાર્ડ માંગ્યા, પછી તેમની ઓળખ કરી અને ગોળીબાર કર્યો. પોલીસે જણાવ્યું કે ફાયરિંગની ઘટના ડાંગરીની હાયર સેકન્ડરી સ્કૂલ પાસે સાંજે લગભગ 7.15 વાગ્યે બની હતી. જેમાં એક મહિલા અને એક બાળક સહિત હિન્દુ પરિવારના 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં સતીશ સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે અન્યને જીએમસી રાજૌરીમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટના ઉપલા ડાંગરી ગામની છે. લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ મકાનોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ રવિવારે રાજૌરીના 3 ઘરોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 4 હિંદુઓએ જીવ ગુમાવ્યો હતો. લોકો આજે હુમલાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ ઘરની બહાર થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રવિવારે સાંજે આતંકવાદીઓએ લોકોને ઘરની બહાર બોલાવ્યા અને તેમના આધાર કાર્ડ જોઈને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. એ જ એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે અમે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ, વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.