Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ICC નો નવો નિયમ T20 વર્લ્ડ કપને બનાવશે વધુ રોમાંચક

04:44 PM Mar 15, 2024 | Hardik Shah

ICC New Rules : ICC T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ (ICC T20 World Cup tournament) જૂન મહિનાથી શરૂ થવાની છે. અત્યારથી જ તમામ ટીમોએ આ મોટા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ICC આ બીગ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે એક મોટો નિર્ણય લેવાની તૈયારીઓ કરી રહી છે. ICC એ વર્લ્ડ કપ (World Cup) માટે નવા નિયમો (New Rules) લાગુ કર્યા છે. આનાથી બેટિંગ ટીમને ઘણો ફાયદો થઈ શકે છે. જણાવી દઇએ કે, ICC ODI અને T20 ઇન્ટરનેશનલમાં સ્ટોપ ક્લોક નિયમ (stop clock rule) કાયમી બનાવવા જઈ રહ્યું છે. આ નિયમ લાગુ થયા બાદ ફિલ્ડિંગ ટીમને બોલર બદલવા માટે 60 સેકન્ડનો સમય આપવામાં આવશે.

Stop Watch Rule

ક્રિકેટના મેદાન પર ઘણી વાર તમે જોયું હશે કે ફિલ્ડિંગ ટીમ ક્યારેક ઓવરોની વચ્ચે બોલર બદલવામાં વધુ સમય લે છે. આ સમસ્યાનો ઉકેલ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શોધી કાઢ્યો છે. ICC ODI અને T20 ઇન્ટરનેશનલમાં સ્ટોપ ક્લોક નિયમ કાયમી બનાવવા જઈ રહ્યું છે. T20 વર્લ્ડ કપ 2024ને લઈને ICC દ્વારા લાવવામાં આવેલા નવા નિયમનું નામ છે સ્ટોપ ક્લોક નિયમ. આ નવો નિયમ લાગુ થવાથી મેચ નિશ્ચિત સમયે સમાપ્ત થઈ શકશે. આ નિયમ અનુસાર, બોલિંગ ટીમને દરેક ઓવર પછી બીજી ઓવર ફેંકવા વચ્ચે 1 મિનિટનો સમય મળશે. આને સરળ ભાષામાં સમજવા માટે, મેદાન પર ફિલ્ડિંગ કરતી ટીમે એક ઓવર પૂરી થયા પછી 1 મિનિટની અંદર બીજી ઓવર શરૂ કરવી પડશે.

દરેક ઓવર પછી, સ્ક્રીન પર 1 મિનિટની સ્ટોપ ક્લોક શરૂ થશે. જો ફિલ્ડિંગ ટીમ બોલરને બદલવામાં 60 સેકન્ડથી વધુ સમય લે છે, તો તેને દંડ કરવામાં આવશે. આ નિયમ આગામી T20 વર્લ્ડ કપથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. આ પછી, દરેક ટીમ માટે વ્હાઇટ બોલ ફોર્મેટમાં સ્ટોપ ક્લોક નિયમનું પાલન કરવું ફરજિયાત બની જશે.

ઓન-ફિલ્ડ અમ્પાયર આપશે ચેતવણી

સ્ટોપ ક્લોકના નિયમ અનુસાર, જો ફિલ્ડિંગ ટીમ ભૂલ કરે તો ઓન-ફિલ્ડ અમ્પાયર બે ચેતવણી આપશે. જો આ પછી ફિલ્ડિંગ ટીમ ત્રીજી વખત ભૂલ કરશે તો બોલિંગ કરનાર ટીમ પર 5 રનનો દંડ ફટકારવામાં આવશે. આ પછી, દરેક ત્રીજી ભૂલ માટે, ફિલ્ડિંગ ટીમ પર 5 રનનો દંડ લાદવામાં આવશે. દરેક ઓવરના અંત પછી, જમીન પર સ્થાપિત ટીવી સ્ક્રીન પર 60-સેકન્ડનું ટાઈમર શરૂ થશે. આ ટાઈમર થર્ડ અમ્પાયર કંટ્રોલ રૂમથી શરૂ થશે. જ્યારે આ ટાઈમર સમાપ્ત થાય છે, ત્યારે અમ્પાયર ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને ચેતવણી આપશે.

આ પણ વાંચો – IPL 2024: કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ RCB સાથે જોડાયા

આ પણ વાંચો – ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ BCCI એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત

આ પણ વાંચો – RANJI TROPHY FINAL : વિદર્ભને હરાવી મુંબઈ 42 મી વખત બન્યું ચેમ્પિયન, આ પ્લેયર્સનું રહ્યું મહત્વનું યોગદાન