Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ICC Test Rankings : વિરાટ અને રોહિતને મળી Good News

12:06 AM Jan 10, 2024 | Hardik Shah

ICC Test Rankings : ICC દ્વારા બુધવારે પુરુષોની ક્રિકેટ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા (IND and SA) વચ્ચે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી બાદ ભારતીય બેટ્સમેનોએ આ રેન્કિંગમાં ઘણો ફાયદો કર્યો છે. દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ તાજેતરની રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ કરતાં પણ આગળ નીકળી ગયો છે.

વિરાટના રેન્કિંગમાં શું બદલાવ આવ્યો?

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ ખેલાડીઓની રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. કોહલીએ પાકિસ્તાનના બાબર આઝમ પાસેથી નંબર-6નું સ્થાન છીનવી લીધું છે. હાલમાં તેના 775 રેટિંગ પોઈન્ટ છે. કોહલીએ ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં 46 અને 12 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ બે દિવસમાં 7 વિકેટે જીતી લીધી હતી. બાબર આઝમ (Babar Azam) બે સ્થાન આગળ વધીને 8 માં સ્થાને પહોંચી ગયો છે. તેના 768 પોઈન્ટ્સ છે. બાબર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં પણ પોતાની છાપ છોડી શક્યો ન હતો.

રોહિતના રેન્કિંગમાં શું બદલાવ આવ્યો?

જણાવી દઇએ કે, ભારતના બંને મોટા ખેલાડીઓ, રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ટોપ 10માં આવી ગયા છે. તેમજ ઋષભ પંત (Rishabh Pant) જે રોડ અકસ્માત બાદ છેલ્લા એક વર્ષથી બહાર છે. હજુ પણ ટોપ 15માં છે. તેણે તાજેતરની રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે. હવે તે 12 માં સ્થાનેથી 13 માં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી 6 અને કેપ્ટન રોહિત શર્મા 10 માં સ્થાન પર છે. રોહિત શર્મા હવે ICC ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking) માં 10 માં સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન 14 માં સ્થાન પર હતો. રોહિત શર્માએ કુલ 4 સ્થાનની છલાંગ લગાવી છે. રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં 748 રેટિંગ પોઈન્ટ સાથે આ સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડ 10 માં સ્થાને હતો. જે હવે 736 પોઈન્ટ સાથે 12 માં સ્થાને સરકી ગયો છે.

બુમરાહ-સિરાજને ફાયદો

દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં 6-6 વિકેટ લેનાર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ને પણ ફાયદો થયો છે. બુમરાહ એક સ્થાન આગળ વધીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે મોહમ્મદ સિરાજ 13 સ્થાનની છલાંગ લગાવીને ટોપ 20માં 17માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ભારતના સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashvin) ટોપ પર છે. ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પ્રથમ સ્થાને, રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને અને અક્ષર પટેલ છઠ્ઠા સ્થાને છે.

આ પણ વાંચો – Mohammad Shami : Arjuna Award થી સન્માનિત થયો મહોમ્મદ શમી, આ ખેલાડીઓને પણ મળ્યો એવૉર્ડ

આ પણ વાંચો – શું ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથ લેશે ડેવિડ વોર્નરનું સ્થાન ? આ વર્લ્ડકપ વિનીંગ કપ્તાને કર્યો સ્મિથને સપોર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ