+

હીરો મોટોકોર્પના પવન મુંજાલ પર ITનું સ્પીડ બ્રેકર

આવકવેરા વિભાગે કરચોરીના મામલે અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે હીરો મોટોકોર્પ ગ્રુપના ચેરમેન અને સીઈઓ પવન મુંજાલ અને અન્ય પ્રમોટરોની ઓફિસો અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા ગુરુગ્રામ, દિલ્હી અને અન્ય શહેરોમાં પર પવન મુંજાલના ઘર તેમજ ઓફિસ પર કરવામાં આવી રહ્યા છે.સૂત્રોએ જણાવ્યું હતું ક
આવકવેરા વિભાગે કરચોરીના મામલે અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે હીરો મોટોકોર્પ ગ્રુપના ચેરમેન અને સીઈઓ પવન મુંજાલ અને અન્ય પ્રમોટરોની ઓફિસો અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા ગુરુગ્રામ, દિલ્હી અને અન્ય શહેરોમાં પર પવન મુંજાલના ઘર તેમજ ઓફિસ પર કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગના અધિકારીઓની એક ટીમ કંપની અને પ્રમોટરોના નાણાકીય દસ્તાવેજો અને અન્ય વ્યવસાયિક વ્યવહારોની તપાસ કરી રહી છે. હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરની પણ સર્ચ કરવામાં આવી રહી છે. હીરો મોટો કોર્પ અને તેના વરિષ્ઠ અધિકારીઓની બે ડઝનથી વધુ જગ્યાઓની પણ સર્ચ કરવામાં આવી રહી છે. કરચોરીની શંકાના આધારે સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી છે.
હીરો મોટોકોર્પે ફેબ્રુઆરીમાં એકંદર વેચાણમાં 29 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીના નિવેદન અનુસાર, ઓટોમોબાઇલ કંપનીએ 3,58,254 યુનિટ્નું વેચાણ કર્યું હતું.  ગયા વર્ષે આ વેચાણ 5,05,467 યુનિટ હતું. સ્થાનિક વેચાણ પણ ગયા મહિને 31.57 ટકા ઘટીને 3,31,462 યુનિટ થયું હતું જે ફેબ્રુઆરી 2021માં 4,84,433 યુનિટ હતું.
Whatsapp share
facebook twitter