+

તું મને ગમતી નથી, તું બીમાર રહે છે તારા દવાના પૈસા ક્યાંથી લાવવાના, આ શબ્દોએ બે માસૂમનો લીધો જીવ

અમદાવાદના નરોડા (Naroda) માં કારિયા લેકમાં 6 વર્ષની દીકરી સાથે ઝંપલાવી મહિલાએ કરેલા આપઘાત કેસ (Suicide Case) મા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. ઘરેથી શાકભાજી લેવાનું કહીને દીકરી સાથે નિકળેલી મહિલાએ જીવન ટૂંકાવતા નરોડા પોલીસ (Naroda Police)એ આત્મહત્યા, દૂષપ્રેરણ અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઘટનાની વિગતવાર વાત કરીએ તો નરોડા વિસ્તારમાં આવેલા કારિયા લેકમાં 28 વર્ષીય મહિલાએ 6 વર્ષની દીકરી સાથે
અમદાવાદના નરોડા (Naroda) માં કારિયા લેકમાં 6 વર્ષની દીકરી સાથે ઝંપલાવી મહિલાએ કરેલા આપઘાત કેસ (Suicide Case) મા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. ઘરેથી શાકભાજી લેવાનું કહીને દીકરી સાથે નિકળેલી મહિલાએ જીવન ટૂંકાવતા નરોડા પોલીસ (Naroda Police)એ આત્મહત્યા, દૂષપ્રેરણ અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો નરોડા વિસ્તારમાં આવેલા કારિયા લેકમાં 28 વર્ષીય મહિલાએ 6 વર્ષની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. નરોડા પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આપઘાત કરનાર મહિલાનું નામ ભારતીબેન ગોરધનભાઈ મોદી છે અને તેની સાથે 6 વર્ષની દીકરી જિયા છે. આપઘાત કરનાર મહિલા કૃષ્ણનગર વિસ્તારમાં શાયોના બંગ્લોઝમાં પતિ સાથે રહે છે. ભારતીબેને ઘરેથી શાકભાજી લેવા માટે જવાનું કહીને નિકળ્યા હતા અને કારિયા લેકમાં કુદીને જીવન ટૂંકાવ્યું હતું.
 
આ મામલે મહિલાના પિતાએ જમાઈ સામે આત્મહત્યા, દૂષપ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં થોડા સમય પહેલા જમાઈ ગોરધન મોદીએ તેઓની દીકરી ભારતીને તું મને ગમતી નથી, તું બીમાર રહે છે તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના. તારા માતા-પિતાએ કઈ આપ્યું નથી તેમ કહીને ટોણા મારતા હતા. જે મામલે તેઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે, થોડા દિવસ પહેલા દીકરીએ પતિ દ્વારા ફરી વાર તે જ બાબતોને લઈને હેરાન કરવામાં આવતી હોવાનું કહીને દિવાળીએ ઘરે આવીને વાત કરવાનું કહ્યું હતું.
જોકે, 25 મી સપ્ટેમ્બરે દીકરીના જેઠે ફોન કરીને દીકરી અને તેની 6 વર્ષની બાળકીએ આપઘાત કર્યો હોવાની જાણ કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે મામલે તેઓએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાના પતિ ગોરધન મોદી સામે આત્મહત્યા દૂષપ્રેરણનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ આ મામલે પોલીસે આપઘાત કરનાર ભારતીબેન મોદી સામે દીકરીની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેઓએ 6 વર્ષની દીકરીને સાડીથી પોતાની સાથે બાંધીને નદીમાં કૂદીને આપઘાત કર્યો હોવાથી દીકરીની હત્યા કરવા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ઘર કંકાસના હવનમાં બે જીવ હોમાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે તેવામાં આ મામલે જવાબદાર શખ્સની ધરપકડ ક્યારે થાય છે તે જોવું રહ્યું.
Whatsapp share
facebook twitter