+

વિશ્વઉમિયાધામના હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં 605 મહાનુભાવોને લાભ પ્રાપ્ત થયો

વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આજે  શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞના બીજા દિવસે  વિશ્વપ્રસિદ્ધ કથાકાર શ્રી જીગ્નેશદાદાના સ્વમુખેથી ભક્તોએ ભાગવતના મહાત્યનું રસપાન કર્યું. તેમજ ગોકરણ જી મહારાજની કથા અને શ્રીમદ્ ભાગવત કથાના પ્રથમ સ્કંદની શરુà
વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આજે  શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞના બીજા દિવસે  વિશ્વપ્રસિદ્ધ કથાકાર શ્રી જીગ્નેશદાદાના સ્વમુખેથી ભક્તોએ ભાગવતના મહાત્યનું રસપાન કર્યું. તેમજ ગોકરણ જી મહારાજની કથા અને શ્રીમદ્ ભાગવત કથાના પ્રથમ સ્કંદની શરુઆત થઇ.
વિશ્વઉમિયાધામાં 1440 મહાનુભાવો પાયાના પિલ્લર તરીકે જોડાઇ શકશે: શ્રી આર.પી.પટેલ
હું પણ પાયોનો પિલ્લર અભિયાન અંગે વાત કરતા વિશ્વઉમિયાધામ પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલના જણાવ્યા અનુસાર શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણમાં પાયાના પિલ્લર તરીકે 11 લાખનું દાન કરી બીજા દિવસે 104 મહાનુભાવો જોડાયા છે. અત્યાર સુધીમાં 605 મહાનુભાવોએ 11 લાખનું દાન આપી પાયાના પિલ્લર તરીકે જોડાયા છે. કુલ 1440 પાયાના પિલ્લરમાંથી હવે 835 પિલ્લરના મહાનુભાવ બનવાનો લાભ બાકી રહ્યો છે.
આજથી યોગ અને ધ્યાન શિબિરનો શુભારંભ
વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ દરમિયાન તારીખ 22.02. 2023 થી 27.02.23 સુધી યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરેલ. જેમાં પ્રથમ દિવસે સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ તેમજ યોગ સેવક શિશપાલજીએ દીપ પ્રાગટ્ય કરી યોગ અને ધ્યાન શિબિર ની શરૂઆત કરી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

21 ફેબ્રુઆરી થી વિશ્વઉમિયાધામ નિર્માણના સહયોગ અર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ શરૂ થયો છે. 
વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 21મી ફેબ્રુઆરીને મંગળવારથી શરૂ થનાર આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે રંગેચંગે પ્રારંભ થયો. વિશ્વપ્રસિદ્ધ કથાકાર શ્રી જીગ્નેશદાદાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું સાત દિવસ રસપાન થવાનું છે ત્યારે આજે ભવ્ય પોથી યાત્રા અને મા ઉમિયાની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરના 5000થી વધુ ભાવિભક્તો પોથી યાત્રામાં ઉમટ્યા હતા. સંસ્થાના દાતા શ્રી વિષ્ણુભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ નિરમા પ્લોટ, સાયન્સસિટી રોડ પહોંચી હતી. વિશ્વઉમિયાધામની મહિલા સંગઠનની બહેનો દ્વારા પોથી યાત્રા સાથે સાથે જ્વેરાયાત્રા પણ કાઢી હતી. જેમાં રંગેચંગે મહિલાઓ જોડાઈ હતી 

કથાના પ્રથમ દિવસે જ 101 યજમાનો પાયાના પિલ્લર તરીકે જોડાયા હતા:  શ્રી આર.પી.પટેલ
આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયોનો પિલ્લર અભિયાન અંતર્ગત આ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. કથાના પ્રથમ દિવસે જ 101 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે. અત્યાર સુધીમાં  501 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે.અત્યાર સુધીમાં જેમાં દરરોજ 10 હજારથી વધુ ભાવિ ભક્તો કથાનું રસપાન કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter