Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રેમ લગ્ન પડ્યા ભારે, પતિને પત્ની આપતી હતી સિગરેટના ડામ…

09:57 PM May 05, 2024 | Aviraj Bagda

Harassment of Husband: બિજનૌરમાં પ્રેમ લગ્ન બાદ પતિને માનસિક અને શારીરિક શોષણ કરવાનો એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. આ મામલો ઉત્તર પ્રદેશના બિજનૌરમાં સિઓહારા વિસ્તારનો છે. આ ઘટનામાં પોલીસે પત્નીની ધરપકડ કરી છે. તે ઉપરાંત તેના પણ કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યો છે.

  • પત્ની દ્વારા પતિને ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો

  • ઘરમાં લગાવેલા સીસીટીવી વીડિયો પણ પોલીસને આપ્યા

  • આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી

સિહોરાના એક ગામમાં રહેતા એક યુવકે પોલીસમાં અરજી કરી આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેને નશાની દવાઓ આપીને ત્રાસ આપે છે. જ્યારે તે બેભાન થઈ જાય છે, ત્યારે તે તેના હાથ-પગ બાંધીને તેને માર મારે છે અને તેને સતત ટોર્ચર કરતી રહે છે. થોડા સમય પહેલા જ તેને નશાની ગોળીઓ ખવડાવી હતી અને પછી તેના શરીરને સિગારેટના ડામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની પત્નીએ તેમનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Ayodhya : PM મોદી પહોંચ્યા ભગવાન રામલલાની શરણે, યોજ્યો ભવ્ય રોડ શો

ઘરમાં લગાવેલા સીસીટીવી વીડિયો પણ પોલીસને આપ્યા

પતિએ પુરાવા તરીકે ઘરમાં લગાવેલા સીસીટીવી વીડિયો પણ પોલીસને આપ્યા હતા. આ વીડિયોમાં પત્ની ઘરના પડદા સાથે તેના પતિના હાથ-પગ બાંધીને મારતી જોવા મળે છે અને તેની છાતી પર બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તે તેને મારતી અને સિગારેટથી તેના શરીરને ડામ દેતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Vijay Wadettiwar: ‘પોલીસ અધિકારી હેમંતની હત્યા અજમલ કસાબે નહીં પરંતુ…’ વિજય વડેટ્ટીવારનું વિવાદિત નિવેદન

આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી

વિડિયો જોયા બાદ પતિની અરજીના આધારે પત્ની સામે મારપીટ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પછી આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. પત્નીના ત્રાસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: NEET પરીક્ષાનું પેપર થયું લીક? NTA એ આપી સ્પષ્ટતા…