Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sukhdev Gogamedi Murder: રાજપૂત સમાજમાં ભારે આક્રોશ, જયપુરમાં વિરોધ પ્રદર્શન, ઉદયપુરમાં ટાયર સળગ્યા, અજમેરમાં દુકાનો બંધ

03:32 PM Dec 06, 2023 | Vipul Sen

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પછી સમગ્ર રાજસ્થાનમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. જયપુરમાં ભારે પોલીસ બળ તૈનાત છે. મંગળવારે બે અજાણ્યા હુમલાખોર શ્યામનગર વિસ્તારમાં સુખદેવસિંહ ગોગામેડીના ઘર આવ્યા હતા અને સુખદેવ સિંહ પર તાબડતોડ ગોળીબાર કરીને ફરાર થયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માગ સાથે રાજપૂત સમાજના વિવિધ સંગઠનોએ આજે રાજસ્થાન બંધનું એલાન કર્યું છે.

જયપુર, અજમેર, ઉદયપુરમાં ઉગ્ર વિરોધ

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજપૂત સમુદાય દ્વારા આજે રાજ્યવ્યાપી બંધની ઘોષણા કરી હતી, જેના ભાગરૂપે મંગળવારે જયપુરમાં કેટલાક વિસ્તારમાં રાજપૂત સમુદાયના લોકોએ ભારે આક્રોશ સાથે ધરણાં પ્રદર્શન કર્યાં હતા. જ્યારે ઉદયપુરમાં પણ સેવા આસારામ ચોક ખાતે રાજપૂત સમુદાયના લોકોએ સુખદેવ સિંહની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરી ટાયર સળગાવ્યા હતા. અજમેરમાં પણ દુકાનો બંધ રહી હતી. જ્યારે જયપુરમાં કેટલાક વિસ્તારોમાં ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે મોડી સાંજે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, પોલીસ પાસે તમામ આરોપીઓ અને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ છે અને બંને બદમાશોની શોધખોળ હાલ ચાલુ છે. ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

મંત્રી અર્જુન મેઘવાલ, વસુંધરા રાજે સહિત નેતાઓએ આપી પ્રતિક્રિયા

સુખદેવ સિંહની હત્યા પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ઘટના કોંગ્રેસ સરકારના રાજમાં રાજસ્થાનમાં કાયદા વ્યવસ્થાના પતનનું પરિણામ છે. તેમણે કહ્યું કે, અમારી માગ છે કે પોલીસ જલદી આરોપીઓની ધરપકડ કરે. જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, તેમની હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે. તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ભગવાન આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. બીજેપી નેતા બાલમુકુંદ આચાર્યે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ ઘટના માટે અશોક ગહલોત સરકાર જવાબદાર છે. આ સરકારના રાજમાં માફિયાઓ બેફામ બન્યા.

 

આ પણ વાંચોરાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોણ બનશે CM? ત્રણ રાજ્યોમાં ચૂંટણી જીતનારા 10 બીજેપી સાંસદોએ આપ્યા રાજીનામા