Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

03:20 PM May 12, 2023 | Hiren Dave

સોના ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે બજાર ખુલતા પાછો સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો. ગઈ કાલે શરાફા બજારમાં સોનું 61585 રૂપિયાના ભાવે બંધ થયું હતું અને આજે તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ ભાવ તૂટ્યા છે.

 

આજનો લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 61585 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જે આજે 548 રૂપિયા તૂટીને 61037 ના સ્તરે જોવા મળ્યો છે. એ જ રીતે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 502 રૂપિયા તૂટીને હાલ 55909 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી પ્રતિ કિલો 2441 રૂપિયાનો જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. ભાવ હાલ પ્રતિ કિલો 72354 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 74795 રૂપિયા પર બંધ થયો હતો.

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.

 

આપણ  વાંચો- જાણો શું છે આજનો સોનાનો ભાવ, ચાંદીના ભાવમાં પણ તોતિંગ વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ