+

કડકડતી ઠંડી વચ્ચે કઈ રીતે રાખશો તમારી ત્વચાની રાખશો સંભાળ

શિયાળા ( Winter)માં જેટલું શરીર તંદુરસ્ત રાખવું જરૂરી છે એટલું જરૂરી છે તમારી સ્કિન (Skin)ની સંભાળ રાખવી. કડકડતી ઠંડીમાં ઘણા લોકોની સમસ્યા હોય છે કે ઘરગથ્થું કયા ઉપાય થી સ્કિનની સંભાળ રાખી શકાય.ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી તમારી ત્વચા આ શિયાળામાં પણ મુલાયમ રહેશે. આવો જણાવીએ કયા ઉપાયથી ત્વચા પ્રફુલ્લિત રહેશેચણાના લોટ અને દૂધની માલીશ શિયાળા તમારી સ્કિન ને લિસ્સી અને મુલાયમ રાખવા માટે અનà
શિયાળા ( Winter)માં જેટલું શરીર તંદુરસ્ત રાખવું જરૂરી છે એટલું જરૂરી છે તમારી સ્કિન (Skin)ની સંભાળ રાખવી. કડકડતી ઠંડીમાં ઘણા લોકોની સમસ્યા હોય છે કે ઘરગથ્થું કયા ઉપાય થી સ્કિનની સંભાળ રાખી શકાય.ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી તમારી ત્વચા આ શિયાળામાં પણ મુલાયમ રહેશે. આવો જણાવીએ કયા ઉપાયથી ત્વચા પ્રફુલ્લિત રહેશે
ચણાના લોટ અને દૂધની માલીશ 
શિયાળા તમારી સ્કિન ને લિસ્સી અને મુલાયમ રાખવા માટે અનેક વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો જેમાં સૌથી જૂનું અને જાણીતું છે ચણાનો લોટ, જેમાં એવા તત્વો રહેલા છે કે જેનાથી સ્કિન ને પૂરતા પોષણ મળી રહે છે. ચણાના લોટ લગાવીને નાહવાથી સ્કિનમાં ઘણા ફાયદા થાય છે જેવા કે કાળાશ દૂર થાય છે. તડકાનું ટેનિંગ પણ ઝડપથી ઓછું થાય છે. ડ્રાય સ્કિનથી જલ્દી સ્મૂથ અને સીલ્કી ત્વચા થાય છે. કઈ રીતે ઉપયોગ કરશો પર આઓ જાણીયે..
આ મેજીકલ પેસ્ટનો ત્વચા પર ઉપયોગ 
પહેલા જીણો ચણાનો લોટ લો જેમાં પેસ્ટ બની શકે તે રીતે દૂધ ઉમેરો ત્યારબાદ તેમાં જો તમારી સ્કિન ડ્રાય છે તો એક ચમચી મલાઈ ઉમેરી ને પેસ્ટમાં ચપટી હળદર ઉમેરી લો અને પેસ્ટ તૈયાર કરો જે ને નહાતા પહેલા માલીશ કરી અને નાહી લો..
સ્કિનને થશે ફાયદો
તમને આ મેજીકલ પેસ્ટથી તમારી સ્કિનનું ટેક્ચર પણ સુધરશે સાથે આ શિયાળામાં સૂકી ચામડી એ તમામ મહિલાઓની પરેશાની છે જેનાથી પણ તમને મુક્તિ મળશે અને જો તમે વર્કિંગ વુમન છો અને અનેક જગ્યા પર સન ટેનિંગ થયું છે તો આ મેજીકલ પેસ્ટ તમને મદદ રૂપ થશે..
આવી અનેક હેલ્થ ટીપથી ઘરે બેઠા જ તમે તમારી સારી રીતે સાર સંભાળ લઇ શકો છો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter