Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઑફિસના કામકાજમાં સાંજે નાસ્તામાં ચટર-પટર કરવાની મજા આવે તેવો નાસ્તો

02:42 PM Apr 28, 2023 | Vipul Pandya

ટ્વીસ્ટેડ મઠરી બનાવવા માટેની સામગ્રી:
100gm મેંદો
200gm ખાંડ
મીઠું
2 ચમચી કોકો પાવડર
3થી4 ચમચી ઘી મોણ માટે
તળવા માટે ઘી
2 એલચી
બનાવવા માટેની રીત:
  • પહેલા લોટમાં મોણ અને મીઠું ઉમેરી કડક લોટ બાંધી અડધો કલાક ઢાંકી રહેવા દો.
  • પછી આ લોટમાંથી 2 સરખા ભાગ કરો. અને એક ભાગમાં કોકો પાવડર ભેળવી દો.
  •  અને બીજો ભાગ સાદો જ રહેવા દો.
  • ત્યારબાદ બંનેના લુઆ બનાવી, તેમાંથી અલગ અલગ રોટલા વણી લો. 
  • પછી બંને રોટલા વચ્ચે ઘી લગાવી ઉપર લોટ છાંટી ચોટાડી દો.
  • પછી તેનો રોલ વાળી વચ્ચે વાટા કાપી, ધીમે ધીમે દબાવી તેને મીડીયમ ઘી ગરમ કરી તળી લો.
  • વરચે કાચા ન રહે માટે ચમચીથી ઘી રેડતા જવું.
  • બીજી તરફ ચાસણી બનાવી, 2 થી 3 એલચી નાખી દો.
  • ખાંડ ડૂબે એટલું પાણી નાંખી 2 તારની ચાસણી કરી લો.
  • આ ચાસણી પહોળાં વાસણમાં કાઢી 1પછી1 ડૂબાળીને બંને સાઇડ ફેરવી લો.
  • બહાર કાઢી ડીશમાં છૂટી છૂટી પાથરો. ઠંડું થાય એટલે તેની મજા લો.