+

તીખાં-તમતમતા કુંભણ ગામના પ્રખ્યાત “કુંભણીયા ભજીયા”બનાવવાની રીત

કુંભણીયા ભજીયા બનાવવાની સામગ્રી:500 ગ્રામ ચણાનો ઝીણો લોટ250 ગ્રામ લીલું લસણ100 ગ્રામ આદું500 ગ્રામ તીખાં લીલાં મરચાં (સ્વાદ મુજબ )250 ગ્રામ કોથમીર1 લીંબુનો રસમીઠું સ્વાદ અનુસારકુંભણીયા ભજીયા બનાવવાની રીત:સૌ પ્રથમ એક મોટો બાઉલ લઈ તેમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડુંક કઠણ ખીરૂં તૈયાર કરો. ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દો. ધ્યાનમાં રાખો કે આ ભજીયા બનાવવા માટે તેન

કુંભણીયા ભજીયા બનાવવાની સામગ્રી:

250 ગ્રામ લીલું લસણ
100 ગ્રામ આદું

500 ગ્રામ તીખાં લીલાં મરચાં (સ્વાદ મુજબ )

250 ગ્રામ કોથમીર

1 લીંબુનો રસ

મીઠું સ્વાદ અનુસાર

કુંભણીયા ભજીયા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક મોટો બાઉલ લઈ તેમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડુંક કઠણ ખીરૂં તૈયાર કરો. 
  • ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દો. 
  • ધ્યાનમાં રાખો કે આ ભજીયા બનાવવા માટે તેની ટેક્નિક જ સૌથી મહત્વની છે. તેથી તૈયાર કરેલા ખીરાંને હાથમાં મૂટ્ઠી ભરી આંગળીઓને હથેળીમાં ફેરવતા જઈ ગરમ તેલમાં ઝીણાં પણ બુંદી કરતા સહેજ મોટા ડપકાં મૂકતાં જાવ. 
  • આ ભજીયાનો સામાન્ય રીતે કોઈ જ આકાર નક્કી નથી હોતો. પરંતુ ચોક્કસ ધ્યાનમાં રાખો કે ભજીયાની સાઈઝમાં કોઈ મોટો ફેરફાર ન પડે. નહિંતર વધુ નાની સાઈઝના ભજીયા કડક અને વધુ મોટી સાઈઝના ભજીયા અંદરથી કાચા જ રહેશે. 
  • તળાઈ જાય એટલે ગરમાગરમ ભજીયાને મરચાં કે કઢી સાથે સર્વ કરો. 
  • આ ભજીયા કુંભણ ગામની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેથી જ આ ભજીયા ‘કુંભણીયા ભજીયા’ તરીકે પ્રખ્યાત થયા છે.
Whatsapp share
facebook twitter