Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પીઝા જેવો જ લાગે છે આ સમોસાનો સ્વાદ, ચાખી તો જુઓ એક વાર

11:39 AM Apr 17, 2023 | Vipul Pandya

પીઝા સમોસા બનાવવા માટેની સામગ્રી :

સ્ટફિંગ માટે :

1 નાનો બાઉલ – બાફેલી મકાઈ ના દાણા

1 નાનો – જીણો સમારેલો કાંદો

1 નાની વાટકી – જીણું સમારેલું કેપ્સીકમ

1 ટી સ્પૂન – આદુ લસણની પેસ્ટ

1 નાની વાટકી – છીણેલી ચીઝ

સ્વાદ અનુસાર – મીઠું

1 ટી સ્પૂન – ઓરેગાનો

1 ટી સ્પૂન – પેપ્રિકા

1/4 ટી સ્પૂન – મરી પાઉડર

2 ટી સ્પૂન – પીઝા સોસ
બહારના પડ માટે:

1 બાઉલ – મેંદો

1 બાઉલ – ઘઉં નો લોટ

સ્વાદ અનુસાર – મીઠું

2 ટી સ્પૂન – તેલ

તળવા માટે તેલ
સર્વ કરવા માટે:

ટોમેટો કેચઅપ
બનાવવા માટેની રીત : 

પડ માટેની બધી સામગ્રી ભેગી કરી કણક બાંધી અને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.

સ્ટફિંગ માટેની સામગ્રી ભેગી કરી ખૂબ હળવેથી બધું મિક્સ કરી રેડી કરો. વધુ હલાવવાથી ચીઝ ઓગળી જશે.

કણકને મસળી લુવા કરી ગોળ રોટલી વણી વચ્ચેથી કટ કરી સમોસાનો શેપ આપી સ્ટફિંગ ભરીને તળી,ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા.