Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્વાદ અને સોડમ દાઢે વળગી જાય તેવું લીલાં લસણનું શાક, નોંધી લો Recipe..

08:04 AM Apr 21, 2023 | Vipul Pandya

લીલાં લસણનું શાક બનાવવા માટેની સામગ્રી:
250 ગ્રામ લીલું લસણ
2 મોટી ચમચી ચણાનો લોટ
2 મોટા ચમચા તેલ
1 ચમચી લાલ મરચું પાવડર
પા ચમચી હળદર
પા ચમચી હીંગ
મીઠું સ્વાદાનુસાર
પા ગ્લાસ પાણી
લીલાં લસણનું શાક બનાવવાની રીત…
  • સૌ પ્રથમ લસણને સાફ કરી નાનાં નાનાં ટુકડામાં કાપી ચોખ્ખા પાણી થી બે ત્રણ વખત ધોઈ નિતરવા માટે થોડી વાર રાખી દો.
  • હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે હીંગનો વઘાર કરી લસણને વઘારો.
  • હવે બધાં મસાલા નાખીને બરાબર મિક્ષ કરી થોડુ પાણી નાખીને ઉકળવા દો.
  • આઠ થી દસ મિનિટ થવા દો.
  • પછી ચણાનો લોટ નાખીને બરાબર મિક્ષ કરો.
  • નીચે લોઢી મૂકીને ઊપર શાકનું વાસણ મૂકી પાંચ મિનિટ થવા દો.જેથી લોટ પાકી જાય.
  • પછી ગેસ બંધ કરી દો અને તેને એમ જ રહેવા દો.
  • થોડીવાર પછી સર્વ કરો.
  • તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલાં લસણનું શાક..