+

સ્વાદ અને સોડમ દાઢે વળગી જાય તેવું લીલાં લસણનું શાક, નોંધી લો Recipe..

લીલાં લસણનું શાક બનાવવા માટેની સામગ્રી:250 ગ્રામ લીલું લસણ2 મોટી ચમચી ચણાનો લોટ2 મોટા ચમચા તેલ1 ચમચી લાલ મરચું પાવડરપા ચમચી હળદરપા ચમચી હીંગમીઠું સ્વાદાનુસારપા ગ્લાસ પાણીલીલાં લસણનું શાક બનાવવાની રીત...સૌ પ્રથમ લસણને સાફ કરી નાનાં નાનાં ટુકડામાં કાપી ચોખ્ખા પાણી થી બે ત્રણ વખત ધોઈ નિતરવા માટે થોડી વાર રાખી દો.હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થઇ જાય એટલે હીંગનો વઘાર કરી લસણન
લીલાં લસણનું શાક બનાવવા માટેની સામગ્રી:
250 ગ્રામ લીલું લસણ
2 મોટી ચમચી ચણાનો લોટ
2 મોટા ચમચા તેલ
1 ચમચી લાલ મરચું પાવડર
પા ચમચી હળદર
પા ચમચી હીંગ
મીઠું સ્વાદાનુસાર
પા ગ્લાસ પાણી
લીલાં લસણનું શાક બનાવવાની રીત…
  • સૌ પ્રથમ લસણને સાફ કરી નાનાં નાનાં ટુકડામાં કાપી ચોખ્ખા પાણી થી બે ત્રણ વખત ધોઈ નિતરવા માટે થોડી વાર રાખી દો.
  • હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે હીંગનો વઘાર કરી લસણને વઘારો.
  • હવે બધાં મસાલા નાખીને બરાબર મિક્ષ કરી થોડુ પાણી નાખીને ઉકળવા દો.
  • આઠ થી દસ મિનિટ થવા દો.
  • પછી ચણાનો લોટ નાખીને બરાબર મિક્ષ કરો.
  • નીચે લોઢી મૂકીને ઊપર શાકનું વાસણ મૂકી પાંચ મિનિટ થવા દો.જેથી લોટ પાકી જાય.
  • પછી ગેસ બંધ કરી દો અને તેને એમ જ રહેવા દો.
  • થોડીવાર પછી સર્વ કરો.
  • તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલાં લસણનું શાક..
Whatsapp share
facebook twitter