Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચા સાથે મહેમાનોને પણ પસંદ આવે તેવા તીખા શક્કરપારા બનાવવાની રીત:

05:10 AM Apr 17, 2023 | Vipul Pandya

તીખા શક્કરપારા બનાવવા માટેની સામગ્રી :
 1 કપ ઘઉંનો લોટ 
1 કપ મેંદાનો લોટ
1 tsp ધાણાજીરું
2 tsp લાલ મરચું
ચપટી હિંગ
3 ચમચા ઘી
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
તેલ તળવા 

તીખા શક્કરપારા બનાવવા માટેની રીત
  • સૌ પ્રથમ લોટમાં ઘીનું મોણ ઉમેરી તેમાં ધાણાજીરું, મરચું, મીઠું, હિંગ મિક્સ કરી પાણીથી બહુ કઠણ કે ન બહુ ઢીલો એવો મીડીયમ લોટ બાંધી લો.
  • પછી એક સરખા લુવા કરી રોટલો વણી ચપ્પા કે કટરથી કાપી લો.
  • તેલ ગરમ થઇ જાય એટલે તળી લો. તો તૈયાર છે તીખા શક્કરપારા.