+

ચા સાથે મહેમાનોને પણ પસંદ આવે તેવા તીખા શક્કરપારા બનાવવાની રીત:

તીખા શક્કરપારા બનાવવા માટેની સામગ્રી : 1 કપ ઘઉંનો લોટ 1 કપ મેંદાનો લોટ1 tsp ધાણાજીરું2 tsp લાલ મરચુંચપટી હિંગ3 ચમચા ઘીસ્વાદ મુજબ મીઠુંજરૂર મુજબ પાણીતેલ તળવા તીખા શક્કરપારા બનાવવા માટેની રીતસૌ પ્રથમ લોટમાં ઘીનું મોણ ઉમેરી તેમાં ધાણાજીરું, મરચું, મીઠું, હિંગ મિક્સ કરી પાણીથી બહુ કઠણ કે ન બહુ ઢીલો એવો મીડીયમ લોટ બાંધી લો.પછી એક સરખા લુવા કરી રોટલો વણી ચપ્પા કે કટરથી કાપી લો.તેલ ગરમ થઇ જાàª
તીખા શક્કરપારા બનાવવા માટેની સામગ્રી :
 1 કપ ઘઉંનો લોટ 
1 કપ મેંદાનો લોટ
1 tsp ધાણાજીરું
2 tsp લાલ મરચું
ચપટી હિંગ
3 ચમચા ઘી
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
તેલ તળવા 

તીખા શક્કરપારા બનાવવા માટેની રીત
  • સૌ પ્રથમ લોટમાં ઘીનું મોણ ઉમેરી તેમાં ધાણાજીરું, મરચું, મીઠું, હિંગ મિક્સ કરી પાણીથી બહુ કઠણ કે ન બહુ ઢીલો એવો મીડીયમ લોટ બાંધી લો.
  • પછી એક સરખા લુવા કરી રોટલો વણી ચપ્પા કે કટરથી કાપી લો.
  • તેલ ગરમ થઇ જાય એટલે તળી લો. તો તૈયાર છે તીખા શક્કરપારા.
Whatsapp share
facebook twitter