+

આ રીતે ગ્લાસમાં બનાવો મસાલાથી ભરપૂર ‘ગ્લાસ ઢોકળા’

ગ્લાસ ઢોકળા બનાવવા માટેની સામગ્રી :-સોજી એક બાઉલદહીં અડધો બાઉલપાણી જરુર મુજબ મીઠું સ્વાદ મુજબ 1 ચમચી - ઈનો / ફ્રૂટ સોલ્ટ વઘાર માટે :-રાઈ, લીલા મરચાં,મીઠા લીમડાના પાન, તેલ જરુર મુજબ  સ્ટફીંગ માટે :-1 બાઉલ મેશ કરેલા બાફેલા બટાકા 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી મીઠુંમરચુંધાણાજીરુગરમ મસાલોકોથમીર1 ચમચી આદું મરચાંની પેસ્ટ  ગ્લાસ ઢોકળા બનાવવા માટેની રીત :-સૌ પ્રથમ સોજીને એક વાસણમાં લઈ તેàª
ગ્લાસ ઢોકળા બનાવવા માટેની સામગ્રી :-
સોજી એક બાઉલ
દહીં અડધો બાઉલ
પાણી જરુર મુજબ 
મીઠું સ્વાદ મુજબ 
1 ચમચી – ઈનો / ફ્રૂટ સોલ્ટ 
વઘાર માટે :-
રાઈ, લીલા મરચાં,મીઠા લીમડાના પાન, તેલ જરુર મુજબ 
 સ્ટફીંગ માટે :-
1 બાઉલ મેશ કરેલા બાફેલા બટાકા 
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી 
મીઠું
મરચું
ધાણાજીરુ
ગરમ મસાલો
કોથમીર
1 ચમચી આદું મરચાંની પેસ્ટ 
 ગ્લાસ ઢોકળા બનાવવા માટેની રીત :-
  • સૌ પ્રથમ સોજીને એક વાસણમાં લઈ તેમાં દહીં તથા જરુર મુજબ પાણી ઉમેરી, મીઠું નાખી બેટર તૈયાર કરો. 
  • 20 થી 30 મિનિટ રેસ્ટ આપી તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરો.
  • સ્ટફીંગની બધી સામગ્રી લઇ મિક્સ કરી તેના લંબગોળ સાઈઝમાં ગોળા બનાવી લો. 
  • સ્ટીમરમાં પાણી ઉકાળો. 
  • 3 નાના મિડિયમ સાઈઝના સ્ટીલના ગ્લાસને તેલથી ગ્રીસ કરી લો.
  • તેમાં તળિયે થોડું 2 ટે.સ્પુન જેટલું તૈયાર કરેલું ખીરૂં પાથરો સ્ટફીંગના બનાવેલ રોલ ગ્લાસમાં પાથરેલા ખીરા પર ગોઠવી તેની સૌથી ઉપરની બાજુ ખીરાથી કવર કરો. 
  • ત્યારબાદ દરેક ગ્લાસ સ્ટીમરમાં ગોઠવી ઢાંકણ બંધ કરી ઢોકળાને 15-20.મિનિટ ચડવા દો.
  • સ્ટવ બંધ કરી ઢોકળાને સાવ ઠરવા દો. 
Amma Ki Thaali on Instagram: “Glass Dhokla Recipe Hey Guys Me @ammakithaali  uploaded a new video on YouTube and Facebook which is ver… | Dhokla recipe,  Food, Dhokla
  • ત્યાર બાદ ચપ્પુની મદદથી ગ્લાસમાંથી ઢોકળા કાઢી લો.
  • આખા ઢોકળાને વઘારની સામગ્રી મુજબ વઘારો.
  • ધીરે ધીરે હલાવીને એક પ્લેટ કાઢી તેને રાઉન્ડ આકારમાં કાપી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ ગ્લાસ ઢોકળા સર્વ કરો. 
Whatsapp share
facebook twitter