Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કાપેલા ફળો કાળા ન પડે અને લાંબા સમય સુધી Fresh રહે તેવી સિક્રેટ Tricks…

08:32 PM Apr 25, 2023 | Vipul Pandya

સામાન્ય રીતે બંને ત્યાં સુધી તાજી ચીજે જ ખાવાનો આગ્રહ દરેક રાખતા હોય છે. તેથી ફળોને પણ લાંબા સમય સુધી કાપેલા ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો, ફક્ત અજમાવો આ Tricks…
સફરજન
જો તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા છે, તો તેના ટૂંકડા પર એપલ સાઇડર વિનેગર લગાવી કન્ટેનરમાં મૂકી દો. જો એપલ સાઇડર વિનેગર ઉપલબ્ધ નથી તો અન્ય કોઇ સરકાનો પ્રયોગ કરો. તે સફરજનને લાંબા સમય સુધી તાજા રાખશે. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
તરબુચ
કાપેલા તરબુચના ટૂકડાને એક પ્લાસ્ટિક કે પોલીથીન બેગમાં રાખવાથી તે તાજા રહેશે.
પાઈનેપલ
પાઈનેપલના ટૂકડાને પ્લાસ્ટિક કે પોલીથીન બેગમાં બાંધી રાખશો તો કાપેલા ટૂકડાં ઘણાં દિવસો સુધી ફ્રેશ રહેશે.
લીંબુ
લીંબુને કાપ્યા બાદ તેને એક પોલીથીન બેગમાં રાખી બાંધી દો. તેનાથી લીંબુનો રસ વધુ સમય સુધી જળવાઇ રહેશે.
એવાકાડો
એવાકાડોને કાપીને તેના પર લીંબુનો રસ મિક્સ કરો અને તેને ફ્રિઝમાં કોઇ એર ટાઇટ કન્ટેનરમાં રાખી દો. તેનાથી એવાકાડો લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.
જામફળ
જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણકે તેમાં આયર્નનું તત્વ બહુ વધારે હોય છે. તેથી કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો કાળા નહીં પડે..