Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

2 હજારની નોટો કઇ રીતે જમા કે એક્સચેન્જ કરાવશો, જાણો સ્ટેપ બાય સ્ટેપ વિગતો

08:26 PM May 20, 2023 | Vishal Dave

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાહેર કર્યુ છે કે તે રૂપિયા 2 હજારની નોટ પાછી ખેંચવા જઇ રહી છે… આ સાથે રિઝર્વ બેંકેને લોકોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની પાસે રહેલી 2 હજાર રૂપિયાની નોટો બેંકમાં જમા કરાવી દેવા અથવા તો પછી આ નોટો આપીને તેના બદલામાં તેટલા જ મુલ્યની અન્ય નોટો લઇ લેવા માટે કહ્યું છે.રીઝર્વ બેંકે કહ્યું છે કે લોકો તેમની નજીકની કોઇપણ બેંકની બ્રાંચ પર પહોંચીને રૂપિયા 2 હજારની નોટો જમા કરાવી શકે છે અથવા તો બદલાવી શકે છે. 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટો ડિપોઝિટ કરાવવાની અને તેને એક્સચેન્જ કરવાની સુવિધા તમામ બેંકો પર ઉપલબ્ધ બનાવાઇ છે. આપ કઇ રીતે આપની પાસે રહેલી 2 હજારની નોટો બેંક પર પહોંચીને જમા અથવા તો એક્સચેન્જ કરાવી શકશો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપને અમે અહીં આપીશું

સ્ટેપ વનઃ આપની બેંક પર પહોંચો

કોઇપણ વ્યક્તિ નજીકની કોઇપણ બેંકની બ્રાંચ પર 23 મે 2023થી 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પહોંચીને પોતાની પાસે રહેલી 2 હજારની નોટ જમા કરાવી શકશે અથવા તો બદલાવી શકશે

જો તમારી પાસે તે બ્રાંચમાં અથવા તો તે બેંકમાં એકાઉન્ટમાં હોય તો આપે આપના એકાઉન્ટની ડિટેઇલ્સ આપવાની રહેશે જેથી 2 હજારની નોટ જમા કરાવવાની કે બદલાવવાની પ્રક્રિયા વધુ સરળ બની જશે

સ્ટેપ ટુ રીક્વેસ્ટ સ્લીપ ભરો

બેંક આપને એક રિકવેસ્ટ સ્લીપ આપશે જે ભરવાની રહેશે, આ રિકવેસ્ટ સ્લીપમાં વ્યકિતએ નામ ( નોટ જેની હોય તેનું નામ) કેપિટલમાં ભરવાનું રહેશે, ત્યારબાદ માન્ય ઓળખપત્રનો યુનિક આઇડેન્ટીફિકેશન નંબર લખવાનો રહેશે, આ ઓળખપત્રની ઓરિજીનલ કોપી પણ રજુ કરવાની રહેશે.

કયા ઓળખપત્ર માન્ય ?
જે ઓળખપત્ર માન્ય ગણાશે તેમાં આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઇડી, પાસપોર્ટ, નરેગા કાર્ડનો સમાવેશ થાય છે

પાસે રહેલી 2 હજારની નોટની વિગતો

ઓળખ અંગેની વિગતો રિકવેસ્ટ સ્લીપમાં ભર્યા બાદ વ્યકિતએ તેની પાસે રહેલી 2 હજારની નોટોની વિગત લખવાની રહેશે..આ વિગતોમાં પહેલા તો ડિમોનિનેશન હશે જે અહીં રૂપિયા 2 હજાર છે.. ત્યારબાદ નોટની સંખ્યા હશે..આપની પાસે 2 હજારની જેટલી નોટ હોય તેની સંખ્યા ત્યાં લખવાની રહેશે . ત્યારબાદ જેટલી પણ 2 હજારની નોટો હોય તેનું કુલ મુલ્ય લખવાનું રહેશે. જેમ કે 2 હજારની 10 નોટો હોય તો 20 હજાર રૂપિયા લખવા

રિકવેસ્ટ સ્લીપમાં સહી

એકવાર રિકવેસ્ટ સ્લીપમાં બધી ડિટેઇલ ભરાઇ જાય ત્યારબાદ વ્યકિતએ સ્લીપમાં પોતાની સહી કરવાની રહેશે

સ્થળ અને તારીખ
સ્લીપમાં વ્યક્તિએ જે સ્થળે નોટ બદલાવી રહ્યો હોય તે સ્થળ અને તે દિવસે જે તારીખ હોય તે પણ લખવાની રહેશે

રિકવેસ્ટ સ્લીપ સાથે 2 હજારની નોટો બેંકમાં જમા કરાવી

ભરેલી સ્લીપ વ્યકિતએ તેની પાસે રહેલી 2 હજારની નોટો સાથે બેંકમાં જમા કરાવી દેવાની રહેશે