+

ચમકતો સુંદર ચહેરો કેવી રીતે મેળવશો?

સુંદર ત્વચા અને તેમાં પણ સુંદર બેદાગ ચહેરો એ તમામનું સ્વપ્ન હોય છે. જોકે પ્રદૂષણના આજના યુગમાં તમારા ચહેરાને બેદાગ અને સુંદર રાખવું ખૂબ કઠીન બની ગયું છે. ચહેરાને સુંદર અને તાજગીસભર બનાવવા માટે એટલે જ તો અનેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ બજારોમાં ઉપલબ્ધ છે. લોકો બ્યુટીપાર્લરમાં આજકાલ હજારો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. દર મહિને ફશીસીયલ, સ્કીન પોલીશીંગ કે ક્લીન અપ પાછળ પૈસા ખર્ચવામàª
સુંદર ત્વચા અને તેમાં પણ સુંદર બેદાગ ચહેરો એ તમામનું સ્વપ્ન હોય છે. જોકે પ્રદૂષણના આજના યુગમાં તમારા ચહેરાને બેદાગ અને સુંદર રાખવું ખૂબ કઠીન બની ગયું છે. ચહેરાને સુંદર અને તાજગીસભર બનાવવા માટે એટલે જ તો અનેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ બજારોમાં ઉપલબ્ધ છે. લોકો બ્યુટીપાર્લરમાં આજકાલ હજારો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. દર મહિને ફશીસીયલ, સ્કીન પોલીશીંગ કે ક્લીન અપ પાછળ પૈસા ખર્ચવામાં આવે છે પરંતુ કેમીકલના ઉપયોગથી ચહેરા પર ટેમ્પરરી રીઝલ્ટ તો મળે છે પણ લાંબા સમય સુધી તેની અસર જોવા મળતી નથી.
ઘરેલુ ચીજવસ્તુઓથી મેળવો ગ્લો
દિવસભરનો થાક, ચહેરા પરની ધૂળ માટીને કારણે તમારી સ્કીન ડેમેજ થાય છે. એટલા માટે જ કહેવાય છે કે ચહેરાને દિવસમાં 3 થી 4 વખત ધોવો જોઇએ. પરંતુ ફેસવોશનો વધુ પડતો ઉપયોગ તમારી સ્કીનને વધુને વધુ ડેમેજ કરે છે. 
કેટલાક લોકોને કેમિકલયુક્ત ફેશવોશ માફક આવતા નથી, તેના કારણે ચહેરો નિસ્તેજ બને છે અને કેટલાક લોકોને ચહેરા પર દાણા પણ નીકળી આવે છે. 
તમારા ઘરના રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જ જેનો ઉપયોગ તમે ફેસવોશની માફક કરી શકો છો. જેનો ઉપયોગ પ્રાચીન યુગથી ચહેરાની માવજત માટે કરવામાં આવે છે. 
ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગના ફાયદા 
ઘરેલુ વસ્તુઓના ઉપયોગથી તમારી ત્વચા પર સકારાત્મક પ્રભાવ જોવા મળે છે, સાથે જ તેની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી હોતી. ઘણી વખત એવુ થતુ હોય છે કે, આપણે નવો જ ફેસવોશ આપણા સ્કીન પર અપ્લાય કરીએ છીએ તો ચહેરા પર દાણા આવી જાય છે અથવા તો ખીલ નીકળી આવે છે. જેનો અર્થ એ થાય છે કે તે ફેસવોશ તમારી સ્કીન માટે ફાયદાકારક નથી. સેંસેટિવ સ્કીન ટાઇપવાળા લોકોને આ સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે. જે લોકો પોતાના ઘરમાં આસાનીથી ઉપલબ્ધ નેચરલ ઇંગ્રીડિએંન્ટ્સનો ઉપયોગ કરે છે તેને ઘણો ફાયદો થાય છે. 
બેસનથી ચહેરો કરો સાફ
જો તમારા ચહેરા પર દાણા થવાની અથવા બીજા પ્રકારની સ્કીન પ્રોબ્લેમની સમસ્યા જોવા મળે છે તો બેસનનો ઉપયોગ કરો, નહાવાથી થોડા સમય પહેલા બેસનનો લેપ ચહેરા પર લગાવો અને 10 મિનીટ પછી તેને સાફ કરી દો. ચહેરા સિવાય તમે તેનો ઉપયોગ બોડી અને વાળ પર પણ કરી શકો છો. આ ડેડ સ્કીનને હટાવવાની સાથે સાથે ચહેરા પરના વાળથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે. 
મુલતાની માટીનો ઉપયોગ
તૈલી ત્વચા માટે મુલતાની માટી ખુબ કારગત માનવામાં આવે છે. જુના સમયમાં દાદી – નાની પોતાના વાળ અને ચહેરાને ધોવા માટે તેનો ઉપયોગ કરતી હતી. મુલતાની માટી ચહેરા પર લગાવીને પાણીથી ધોઇ નાખો. તેને ચહેરા પર લગાવ્યા બાદ રગડવુ નહીં માત્ર પાણીથી ધોઇ નાખો. મુલતાની માટી લગાવ્યા બાદ ચહેરો ડ્રાય લાગે તો ચહેરા પર અલોવેરા જેલ લગાવી દો. જેનાથી સ્કીન મોઇશ્ચરાઇઝ થશે અને સ્કીનની રંગત પણ ખીલી જશે. 

ચહેરા પર મલાઇ લગાવો
જો તમારી સ્કીન ઓવર ડ્રાય છે તો, મલાઇનો ઉપયોગ કરો. ચહેરાને સાફ કરવા માટે તેને પહેલા લગાવો અને 10 મિનિટ રહેવા દો. 10 મિનિટ બાદ તેને મસાજ કરીને સાફ કરી દો. જો તમારી સ્કીન નોર્મલ હોય તો હુંફાળા પાણીથી ધોઇ નાખો. 
એપ્પલ સાઇડર વિનેગરનો ઉપયોગ
આજ કાલ કેટલીક મહિલાઓ એપ્પલ વિનેગરનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે ખાસ કરે છે. જોકે, તેને ડાયરેક્ટ ચહેરા પર એપ્લાય કરવાની ભૂલ ના કરે. આ ઉપયોગ કરવા માટે 2 કપ પાણીમાં એક કપ એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરો. જો ઇચ્છો તો વિનેગરની માત્રા અડધી પણ કરી શકો છો. આ મિશ્રણથી તમારા ચહેરાને ધોઇ શકો. જો તમારી સ્કીન ઓવર સેંસેટીવ છે તો આનો ઉપયોગ ન કરો.
Whatsapp share
facebook twitter